December 19, 2024

Jasprit Bumrah નંબર 1 ટેસ્ટ બોલર બન્યો

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આ ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટ મેચોમાં વિશ્વાસ ના આવે તેવું પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેને આઈસીસી રેન્કિંગમાં સલામી આપાઈ હતી.

ખરેખર હકદાર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.

3 ખેલાડીઓને હરાવ્યા
જસપ્રીત બુમરાહે પોતાની જ ટીમના દિગ્ગજ બોલરોને પાછળ છોડયા છે. અશ્વિન લાંબા સમય સુધી નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો. હવે અશ્વિન ત્રીજા સ્થાને આવી ગયો છે. કાગિસો રબાડા બીજા સ્થાને અને પેટ કમિન્સ ચોથા સ્થાને હાલ છે. બુમરાહે બધાને ચોંકાવી દીધા છે. હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તેણે તેની બોલીગથી તબાહી મચાવી હતી. આ અદ્ભુત બોલિંગના આધારે તેને બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા દરેક જગ્યાએ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ક્રિકેટના મેદાનમાં આ દિગ્ગજની વાપસી
ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ 2024-23 ફેબ્રુઆરીથી દેહરાદૂનમાં શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં ભારતનો અનુભવી ખેલાડી મુંબઈની ટીમની કમાન સંભાળવાનો છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) ની પ્રથમ સિઝન 23 ફેબ્રુઆરી 2024થી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન ખાતે શરૂ કરવામાં આવશે. આ લીગમાં ભારતના તમને ઘણા મહાન ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ લીગની મેચો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 સુધી રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે