January 23, 2025

ગોળની ચા બનાવતી વખતે દૂધ ફાટી જાય છે? આ રીત કરો ટ્રાય નહીં ફાટે

Jaggery Tea: ચા વગર કોઈની આજના સમયમાં સવાર પડતી નથી. પરંતુ આ ચા ખાંડથી બનાવવામાં આવે છે. જે ખૂબ નુકસાન પહોંચાડે છે. ત્યારે લોકો હવે ગોળની ચા તરફ વળ્યા છે. પરંતુ આ ગોળની ચા બનાવતી વખતે ચા ફાટી જાય છે. પરંતુ આજે અમે તમને ગોળની ચાની એવી રીત જણાવીશું કે જેની મદદથી તમારી ચા ફાટશે પણ નહીં અને તમારી ચા પણ ખાંડમાં બને તેવી લાગશે.

ગોળની ચા બનાવવા માટેની સામગ્રી
ગોળની ચા બનાવવા માટે તમારે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. જેને બનાવવા માટે તમારે પાણી લેવાનું રહેશે, એક કપ દૂધ, બેથી ત્રણ ચમચી ગોળ, આદુ અને એલચીની અથવા તો તમને જેનો સ્વાદ પસંદ હોય તે તમે નાંખી શકો છો. ફુદીનો તમે એડ કરી શકો છો.

આ પણ વાંચો: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ લઈને હોટલો હાઉસફૂલ, મકાનો ભાવ આસમાને

કેવી રીતે બનાવશો આ ગોળવાળી ચા
પહેલા તમારે પાણી લેવાનું રહેશે. હવે તમારે તેમાં પાણીમાં આદુ, ઈલાયચી નાંખવાની રહેશે. થોડી વાર સુધી તમારે તેને ઉકાળવાનું રહેશે. હવે તમે તેમાં ચાની ચાના પાંદડા ઉમેરવાના રહેશે. આ મિશ્રણને ચાનો રંગ ન આવે ત્યાં સુધી સારી રીતે ઉકાળવાનું રહેશે. આ મિશ્રણમાં દૂધ ઉમેરવાનું રહેશે. આ ચા ને તમે દિવસમાં ગમે તેટલીવાર પીશો કોઈ નુકસાન નહીં થાય.