January 23, 2025

જેકલીનને ખબર હતી…જાણી જોઇને લેતી હતી સુકેશથી પૈસા

Jacqueline fernandez

બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના ગુનાની રકમ જાણી જોઈને સ્વીકારી રહી હતી અને તેના ઉપયોગમાં સામેલ હતી.

જેકલીન ફર્નાન્ડીઝની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં EDએ આ દલીલ કરી હતી. અભિનેત્રીએ સુકેશ ચંદ્રશેખર સાથે કથિત રીતે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.

હવે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે

આ કેસ ન્યાયાધીશ મનોજ કુમાર ઓહરી સમક્ષ નોંધાયો હતો. જેકલીનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે EDની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 15મી એપ્રિલે કરી છે. તેના જવાબમાં, EDએ દાવો કર્યો હતો કે જેક્લીને ચંદ્રશેખર સાથેના નાણાકીય વ્યવહારો વિશે ક્યારેય સત્ય જાહેર કર્યું નથી અને પુરાવા ન મળે ત્યાં સુધી હંમેશા તથ્યો છુપાવ્યા હતા.

2021માં મની લોન્ડરિંગના મામલો સામે આવ્યો

સુકેશ ચંદ્રશેખરના વકીલે દાવો કર્યો હતો કે ચેટ વર્ષ 2021માં જ્યારે મની લોન્ડરિંગના મામલો સામે આવ્યો તે સમયની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટ એટલા માટે સામે આવી છે કારણકે હાલમાં જે ચેટ વાયરલ થઇ હતી જેમા જેકલીને સુકેશ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જણાવી દઇએ કે આ લેટરમાં સુકેશે તેની અને જેકલીનની ચેટના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે.

સુકેશ અને જેકલીનની ચેટ થઇ હતી વાયરલ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુકેશ ચંદ્રશેખરની જેકલીન ફર્નાડિન્સની સાથે થયેલી વાતચીતની એક ચેટ સામે આવી છે. સુકેશના વકીલનો દાવો છે કે આ ચેટ જેકલીન ફર્નાડિસ અને સુકેશ વચ્ચેની છે. બન્ને આ વાતચીતમાં જેકલીન સુકેશને સોરી કહેતી નજરે પડી છે. એટલું જ નહીં, તે સુકેશને માફી માગવાની સાખે-સાથે આઇ લવ યુ પણ કહી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’માં જોવા મળી હતી. આમાં તેણે એક ગીતમાં ખાસ અભિનય કર્યો હતો. આ દિવસોમાં તે ફિલ્મ ‘ફતેહ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.