December 28, 2024

સુરતની કોલેજમાં વિદ્યાર્થિનીઓની ટી-શર્ટ ઊંચી કરાવતા મસમોટો હોબાળો

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઇ વિવાદ સામે આવ્યો છે. VNSGUની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીનીનું પરીક્ષા દરમિયાન ટી-શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો થઇ ગયો હતો. VNSGUની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. જ્યારે આ વર્ષે પહેલી વખત મહિલા સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. પરંતુ ચેકિંગ કરતા વખતે ટી-શર્ટ ઉંચુ કરવાનું કહેતા મામલો બગડ્યો હતો.

મળતી માહિતી અનુસાર VNSGUની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીનીનું પરીક્ષા દરમિયાન ટી-શર્ટ ઉપર કરવા કેહતા હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. હાલ કોલેજોમાં રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. આ ટીમમામ મહિલા સ્કવો઼ની ટીમ પણ તૈયાર કરાઇ છે. જેમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 3 મહિલા પ્રોફેસરોને સામેલ કરાયા હતા.

આ પણ વાંચો: ગીરમાં સિંહોના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટે વન વિભાગ અને રેલવેની આકરી ટીકા કરી

નોંધનીય છે કે આ મહિલા સ્કવોડની ટીમ ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરુચ ખાતે ગઈ હતી. આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું. સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. યુનિવર્સિટી સત્તાધીશોએ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું છે. છતાં પણ કુલપતિએ પરીક્ષા વિભાગને આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત કોલેજોના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ માગવામાં આવ્યા છે. જો કોઇ આ મામલે કેઇ વાંધાજનક જણાશે તો સ્કોડ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.