January 24, 2025

ઇઝરાયલે લેબનોનમાં કર્યો હવાઈ હુમલો, 3 મીડિયા કર્મચારીઓ માર્યા ગયા

Israel Hezbollah War: લેબનોનમાં ઇઝરાયલ સતત ઘાતક હુમલા કરી રહ્યું છે. દક્ષિણ-પૂર્વ લેબનોનમાં બોમ્બ વિસ્ફોટમાં ત્રણ મીડિયાકર્મીઓ માર્યા ગયા છે. લેબનોનની એક ન્યૂઝ એજન્સીએ આ વિશે માહિતી આપી છે.

હમાસના આતંકીઓને નિશાન
તમને જણાવી દઈએ કે ઇઝરાયલ સેના પણ હમાસના આતંકીઓને નિશાન બનાવી રહી રહી છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ઘણા કમાન્ડરના મોત થઈ ગયા છે. લેબનોનની ન્યૂઝ એજન્સીએ આ વિશે માહિતી આપી છે કે દક્ષિણ-પૂર્વ લેબનોનમાં બોમ્બ વિસ્ફોટમાં ત્રણ મીડિયાકર્મીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો: ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને મળી રાહત

હમાસ કમાન્ડર યુએન માટે કામ કરતો હતો
ઇઝરાયલ સેનાએ કહ્યું છે કે તેણે હમાસ કમાન્ડર મોહમ્મદ અબુ ઈતિવીને મારી નાખ્યો છે. ઇઝરાયલના નાગરિકોની હત્યા અને અપહરણમાં ઇતિવી સામેલ હતો. સેનાએ એમ પણ કહ્યું કે અબુ ઇતિવી હમાસની સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડની અલ-બુરીજ બટાલિયનમાં નુખ્બા કમાન્ડર હતો.