January 29, 2025

ભારતમાં આતંક ફેલાવનારી ISI હવે પાકિસ્તાનીઓનું જીવવાનું કરશે હરામ, દેશમાં જ વિરોધ

Pakistan: પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISIને એવી સત્તા આપવામાં આવી છે જે પાકિસ્તાનીઓની પ્રાઈવસીનો નાશ કરશે. IT મંત્રાલયે પાકિસ્તાનની ટોચની ગુપ્તચર સંસ્થા ISI (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ને દેશની સુરક્ષા માટે લોકોના ફોન કોલ ઇન્ટરસેપ્ટ કરવાનો અધિકાર આપ્યો છે. એટલે કે ISI પોતાના દેશના નાગરિકોના ફોન ટેપ કરી શકશે.

સરકારના આ નિર્ણય બાદ પાકિસ્તાનના ઘણા વિદ્વાનો અને અધિકાર કાર્યકર્તાઓ તેની વિરુદ્ધ ઉભા થઈ ગયા છે. નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ પગલું નાગરિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરશે.

કાર્યકર્તાઓએ ભય વ્યક્ત કર્યો છે કે સરકાર તેનો ઉપયોગ રાજકીય વિરોધીઓ, કાર્યકરો અને મીડિયાને દબાવવા માટે કરી શકે છે. 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણી પહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્નીની ઓડિયો ક્લિપ ઓનલાઈન લીક થયા બાદ આ પગલાએ ફરીથી ISI દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

રાજકીય પ્રેરિત નિર્ણય
પત્રકાર અને મીડિયા એક્ટિવિસ્ટ અદનાન રહેમતે કહ્યું, “કોલ્સ અટકાવવા અને લોકોની અંગત માહિતી મેળવવા માટે ગુપ્તચર એજન્સીઓની મંજૂરી રાજકીય રીતે પ્રેરિત છે અને વિરોધીઓના અવાજને દબાવવા માટે રચાયેલ હોવાનું જણાય છે.” લોકો સરકારના આ નિર્ણયને શંકાની નજરે જોઈ રહ્યા છે કારણ કે ભૂતકાળમાં પણ દેશમાં કાર્યકરો અને વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘હું ડરી ગયો હતો, હા મેં સીટ બદલી…’, આખરે મિહિર શાહે કબલ્યું

ફોન કોલ લીક થયા બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા ખાન અને અન્ય લોકોએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન એવું બહાર આવ્યું છે કે પીટીએએ ટેલિકોમ કંપનીઓને નાગરિકોના ડેટા એકત્રિત કરવા માટે એક વિશાળ સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવા કહ્યું હતું.

પાકિસ્તાનના બંધારણનું ઉલ્લંઘન
અરબ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની પત્રકાર અને કાર્યકર્તા મુનિઝા જહાંગીરે કહ્યું કે આ પગલું લોકોના મૂળભૂત અધિકારો અને બંધારણની કલમ 14નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પાકિસ્તાની કાયદા અનુસાર, કલમ 14 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ વ્યક્તિની ગરિમા અને ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકાતું નથી.