January 23, 2025

ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે ઈશાન કિશન!

Jay Shah on Ishan Kishan Return: આ દિવસોમાં ઈશાન કિશન ભારતીય ટીમમાં વાપસીને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી તે રમી રહ્યો છે. જેમાં તેણે 86 બોલમાં સદી ફટકારી હતી. તેની શાનદાર વિકેટકીપિંગનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે.

જય શાહે કહી આ વાત
‘એક મીડિયા સાથેની વાતમાં જય શાહે સ્પષ્ટ કર્યું છે કે જો ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માંગે છે તો તેણે નિયમોનું પાલન કરવું પડશે. અહીંના નિયમોનો મતલબ એ છે કે તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. આ એ જ ઈશાન કિશન છે જેને બીસીસીઆઈએ ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ કેન્દ્રીય કરારની યાદીમાંથી બહાર કરી દીધો હતો’.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

બીસીસીઆઈની સલાહની અવગણના
ઈશાન કિશને ભલે પહેલા બીસીસીઆઈની સલાહની અવગણના કરી હોય, પરંતુ હવે તેણે ઘરેલુ ક્રિકેટમાં એવું પ્રદર્શન કર્યું છે કે દરેકની નજર તેમના પર છે. તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશ સામે 86 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ તેની ઇનિંગ્સ અન્ય કારણોસર પણ ખૂબ જ ખાસ હતી. વાસ્તવમાં, મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમીને તેણે 61 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 61 બોલમાં ફિફ્ટી અને તેણે પછીના 50 રન માત્ર 25 બોલમાં બનાવ્યા હતા.