November 19, 2024

સિતેર વર્ષ બાદ સાઉદીમાં શરાબ, શરત સાથે પીવાની છૂટ

સાઉદી અરેબિયામાં 70 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહ્યો છે. જેમાં પહેલીવાર દારૂની દુકાન ખોલવામાં આવશે. આ સ્ટોર વિશિષ્ટ રીતે બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે. મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી અનુસાર ગ્રાહકોએ દારૂ ખરીદવા માટે એક એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવાનો રહેશે. ખાસ વાત એ છે કે ગ્રાહકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ

મુસ્લિમ દેશનું લેબલ
જે માહિતી મળી રહી છે તે અનુસાર ગ્રાહકો એક નિશ્ચિત માસિક ક્વોટા અનુસાર જ દારૂની ખરીદી કરી શકશે. સાઉદી સરકારે આ પગલું ‘વિઝન 2030’ હેઠળ ઉઠાવવામાં આવ્યું છે. એક માહિતી અનુસાર આ સ્ટોર રિયાધના રાજદ્વારી ક્વાર્ટરમાં ખોલવામાં આવશે. રાજદ્વારી ક્વાર્ટરની નજીક જ દૂતાવાસો અને રાજદ્વારીઓ રહે છે. સાઉદી અરેબિયામાં લાખો વિદેશીઓ વસવાટ કરે છે જેમાંથી સૌથી વધારે મુસ્લિમ કોમના લોકો છે. કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા રૂઢિચુસ્ત મુસ્લિમ દેશનું લેબલ હટાવવા માંગે છે જેના કારણે ધીરે ધીરે આવા નિર્ણયો લેવામાં આવશે.

આ પણ વાચો: પાકિસ્તાનનો વળતો હુમલો, ઈરાનના અડ્ડાઓ પર બોંબમારો

દારૂ પર પ્રતિબંધ કયારથી છે ?
સાઉદી અરેબિયામાં 1950 ના દાયકાની શરૂઆત થતાની સાથે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાના સ્થાપક અને તે સમયના રાજા અબ્દુલ અઝીઝે 1951ની એક ઘટના બાદ તેનું વેચાણ અટકાવી દીધું હતું. જેનું કારણ એવું હતુ કે પોતાના પુત્રએ પ્રિન્સ મિશારીએ નશામાં ધૂત થઈને જેદ્દાહમાં બ્રિટિશ વાઇસ કોન્સલ સિરિલ ઉસ્માનને મારવાનો પ્રયાસ કર્યો હતો અને મારવા માટે હથિયારનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે મુસ્લિમ માટે દારૂ નાપાક ગણવામાં આવે છે.

ગુજરાતમાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાતમાં આવેલા ગાંધીનગર ગીફ્ટ સીટીમાં ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાનાએ બનાવેલ નિર્ણયને બદલી નાંખવામાં આવ્યો છે. આ નિર્ણયને તારીખ 22 ડિસેમ્બર 2023ની સમી સાંજમાં બદલી નાખવામાં આવ્યો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. દારૂ પીવાની છૂટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દારુની છૂટને લઈ ચર્ચાઓ સતત ચાલી રહી છે.