January 23, 2025

ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની કરી ટીકા તો વસીમ જાફરે કર્યા વખાણ

Hardik Pandya: આ વખતની આઈપીએલની સિઝનમાં હાર્દિકનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. ક્રિકેટ ચાહકોની સાથે ખેલાડીઓની ટીકાનો પણ તેને સામનો કરવો પડી રહ્યો છે. ફરી એક વાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ટીકા કરી છે. તો બીજી બાજૂ પૂર્વ ઓપનર વસીમ જાફરે હાર્દિકનો બચાવ કર્યો હતો.

ઈરફાન પઠાણે કરી ટીકા
ઈરફાન પઠાણે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરતા જોવા મળ્યા હતા. તેણે તેની કેપ્ટનશિપને લઈને સવાલ કર્યા છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. ટીમ હાલ 9માં સ્થાન પર છે. અત્યાર સુધીમાં 7 મેચ હારી છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાની તક ઘણી ઓછી છે. કારણ કે ટીમને વધુમાં વધુ 15 જ પોઈન્ટ મળી શકે તેમ છે.

આ પણ વાંચો: રોહિત શર્મા પાસે સુવર્ણ તક, વર્લ્ડકપ ટીમના તમામ ખેલાડીઓના નામે રેકોર્ડ

પોસ્ટમાં કહ્યું આ
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું કે મુંબઈની ટીમનું મેદાન પર ટીમનું સંચાલન સારી રીતે કરવામાં આવી રહ્યું નથી. બીજી બાજૂ હાર્દિકના સમર્થનમાં ભારતીય ટેસ્ટ ઓપનર વસીમ જાફર આવ્યા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે તમે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમશો અને તે જ લોકો તમારી પ્રશંસા કરશે. જે તમારી અત્યાર નિંદા કરી રહ્યા છે.

પ્રદર્શન ખરાબ રહ્યું
આ વખતની સિઝનમાં હાર્દિકનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. લોકો સતત હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે. આ વખતની આઈપીએલમાં તેણે 10 મેચ રમી છે. જેમાં તેણે 197 રન બનાવ્યા છે, આ સાથે તેણે 6 વિકેટ લીધી છે. ટીમનું અને તેનું પ્રદર્શન લોકોની સામે જ છે. આ વખતની સિઝન હાર્દિકની પોતાના માટે પણ ખરાબ રહી છે. કારણ કે ખરાબ પ્રદર્શન તેના કરિયર માટે પણ હિતાવહ નથી.