News 360
January 12, 2025
Breaking News

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ! એરપોર્ટ પર જતા પહેલા ચેક કરી લો એડવાઈઝરી, સરકારે આપી સલાહ

India travel Advisory for Iran: જો તમે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો એરપોર્ટ પર જતા પહેલા એકવાર કેન્દ્ર સરકારની એડવાઈઝરી જોઈ લેવી. ખરેખરમાં લેબનોનમાં ઈઝરાયેલના હુમલા અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. મંગળવારે મોડી રાત્રે ઈરાને 180થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો. તહેરાને કહ્યું કે તેણે ગાઝા અને લેબનોનમાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈઝરાયેલ પર મિસાઈલ છોડી હતી.

કેન્દ્ર સરકારની સલાહ
ઈરાનના હુમલા બાદ કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને જોતા ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે જો તે બિલકુલ જરૂરી ન હોય તો ઈરાનનો પ્રવાસ ટાળે.

અગાઉ લેબનોનના બેરુતમાં ભારતીય દૂતાવાસે ઈઝરાયેલના હુમલા બાદ એક એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે ભારતીયોને આગામી સૂચના સુધી લેબનોન ન જવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે દૂતાવાસે કહ્યું હતું કે તમામ ભારતીયોને લેબનોન છોડવાની સલાહ આપવામાં આવે છે. જેઓ લેબનોનમાં રહેવાની યોજના ધરાવે છે તેઓને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારી મુસાફરીની ખાસ કાળજી રાખો અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહો.