December 21, 2024

IPL 2024 વૈભવ અરોરાએ કર્યો આ કમાલ

IPL 2024: કોલકાતા નાઇટ રાઇડર્સના વૈભવ અરોરાએ IPL2024 ની 17મી સિઝનમાં શાનદાર બોલિંગ કરી છે. તમને જણાવી દઈએ કે 2021 થી KKR ટીમનો ભાગ છે. આ વર્ષે ટીમે તેને ઘણી તકો આપી છે.

અજાયબીઓ કરી
આ વખતની આઈપીએલ 2024ની સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. કોલકાતાના ખેલાડી વૈભવ અરોરા પણ ઉભરી આવ્યા છે. પોતાની બોલિંગ થકી એવી અજાયબીઓ બતાવી કે તેની ટીમના ખેલાડીઓ ખુદ ચોંકી ગયા હતા. જ્યારે IPL 2024 ની હરાજી થઈ રહી હતી, તે સમયે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ એવા બોલરની શોધમાં હતી કે જે સારી બોલિંગ કરી શકે અને વધારે રન ન આપી શકે. ટીમે મિચેલ સ્ટાર્ક પર 24.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

આ પણ વાંચો: આજે CSK અને PBKS વચ્ચે મહામુકાબલો

એકદમ નિષ્ફળ જાય
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આઠ મેચમાં ખાલી 7 વિકેટ લીધી છે. 11.78 પ્રતિ ઓવરની નબળી ઈકોનોમી સાથે બોલિંગ કરી છે. તેની એટલી નબળી બોલિંગના કારણે ટીમને વધારે ફરક ના પડ્યો હતો તેનું કારણ એ હતું કે ટીમનો ખેલાડી વૈભવ. તેણે તેની બોલિંગના કારણે ટીમના દરેક ખેલાડીનો ચોંકાવી દીધા છે. ભવ વર્ષ 2021 માટે KKR સાથે છે અને તેને આ સિઝનમાં 20 લાખ રૂપિયા મળ્યા છે. તમને જણાવી દઈએ કે તેની પાસે સ્થાનિક અનુભવ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેના નામે 88 વિકેટ છે, બોલ સાથે તેની એવરેજ 22.35 છે.