IPL 2025:27 કરોડમાં ખરીદેલો પંત થયો પહેલી મેચમાં ફેલ, ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો

IPL 2025: સિઝન 18ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો આમને-સામને આવી હતી. જેમાં અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે મેગા ઓક્શનમાં રુષભ પંતને 27 કરોડ રૂપિયા ખર્ચીને ખરીદ્યો હતો. જેના કારણે તેના પર સૌથી વધારે દબાણ હતું. ટીમની કમાન પણ પંતના હાથમાં છે. તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો.
આ પણ વાંચો: અંતિમ ઓવરમાં જીત અપાવી Ashutosh Sharma બન્યો દિલ્હીનો નવો ‘દબંગ’, જાણો સંઘર્ષની કહાની
રિષભ પંત બેટ્સમેન તરીકે નિષ્ફળ ગયો
ટોસ હાર્યા બાદ બાદ પંત અને તેની ટીમના ભાગમાં બેટિંગ કરવાની આવી હતી. જેમાં શાનદાર શરૂઆત થઈ હતી. મિશેલ માર્શે 36 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા નિકોલસ પૂરને પણ 30 બોલમાં 75 રન બનાવ્યા હતા.