December 23, 2024

IPL 2024: આજથી શરૂ થશે ક્રિકેટનો ‘મહાસંગ્રામ’

અમદાવાદ: IPL 2024ની આજથી શરૂ થવાની છે. IPLની આ 17મી સિઝન છે. IPL 2024માં ટ્રોફી જીતવા માટે કુલ 10 ટીમો એકબીજા આમને સામને જોવા મળશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 21 મેચોનું શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.

17 દિવસનું શિડ્યુલ બહાર
આગામી બે મહિના સુધી IPL 2024 ચાલશે. જેમાં 10 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરતી જોવા મળશે. ફાઇનલ મેચની વાત કરવામાં આવે તો તે 20 મેના રોજ રમાશે. લોકસભાની ચૂંટણી આવી રહી તો તેને ધ્યાનમાં રાખીને IPL 2024ના તમામ શેડ્યૂલને સેટ કરવામાં આવ્યું છે. આવું બીજી વખત બન્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી પણ હોય અને તેની સાથે IPL પણ હોય. ચૂંટણી હોય એટલે તેને ધ્યાનમાં રાખીને મેચનું આયોજન કરવામાં આવતું હોય છે.

ઘરઆંગણે પડકાર
આજની મેચ ખુબ ખાસ રહેવાની છે. કારણ કે IPL 2024 પ્રથમ મેચ ચેન્નઈમાં રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે પડકાર ફેંકતી જોવા મળશે. જો ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવે છે તો ઘરઆંગણે હાર થશે તેવું કહી શકાશે. આજની મેચમાં કોની હાર થશે અને કોની ભવ્ય જીત તે હવે તે જોવાનું રહ્યું.

શાનદાર ઓપનિંગ સેરેમની
ક્રિકેટ ચાહકોની આતૂરતાનો હવે અંત આવ્યો છે. IPL 2024ની શરૂઆત થવાની છે. ત્યારે આ મેચને વધુ અદભૂત બનાવવા માટે ઘણા મોટા સ્ટાર્સ તમને આજે જોવા મળશે. પ્રખ્યાત ગાયકો પણ અહીં તમને જોવા મળશે. જેમા એ.આર.રહેમાન અને સોનુ નિગમની સાથે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ તમને જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની શરૂઆત સાંજના 6.30 વાગ્યે શરૂ થશે. જોકે આ તમામ લાઇવ તમે Jio સિનેમા ઉપર મફતમાં જોઈ શકશો.