November 23, 2024

આજે KKR અને PBKS વચ્ચે ખેલાશે જંગ, KKR બીજા સ્થાને પંજાબ નવમા

IPL 2024: આજે KKR અને PBKS વચ્ચે મેચ છે. 42મી મેચ કોલકાતામાં થવાની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર છે. તેણે માત્ર 8માંથી માત્ર 2 મેચ જીતી છે.

હારી ગયું હતું
IPL 2024 ની 42મી મેચ આજે રમાવાની છે. જેમાં પંજાબની ટીમ અને કોલકાતાની ટીમનો આમનો સામનો થવાનો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આ મેચ રમાવાની છે. કોલકાતાની ટીમ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. RCBને કોલકાતાની ટીમે 1 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સ ટીમ 8 મેચમાં 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાન પર છે. પંજાબની ટીમની વાત કરીએ તો તેની છેલ્લી મેચમાં ગુજરાત સામે ત્રણ વિકેટે હારી ગયું હતું.

આ પણ વાંચો: SRHએ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારનામું કર્યું!

શાનદાર પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સે છેલ્લી સળંગ બે મેચમાં 200 રનને પાર કર્યો હતો. તેની સામે પંજાબ પણ આજની મેચમાં પ્લેઓફની રેસમાં રહેવા માટે પ્રયાસ કરશે. આજની મેચ કોઈ પણ ભોગે પંજાબને જીતવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે આજના મેદાનમાં જ્યાં મેચ રમાવાની છે તે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઘણી હાઈ સ્કોરિંગ મેચ રમાઈ છે. આજના દિવસે પણ અહિંયા રનનો સ્કોર વધારે જોવા મળી શકે છે.

આટલી વખત ટકરાયા
આઈપીએલમાં અત્યાર સુધી કોલકાતાની ટીમ અને પંજાબની ટીમ ટોટલ 32 વખત આમને સામને આવી છે. જેમાં કોલકાતાની ટીમનો 21 વખત વિજ્ય થયો છે. પંજાબની ટીમની જીત 11 વખત થઈ છે. આ બંને ટીમ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં ટોટલ 12 મેચ રમાણી છે. તમામ સ્કોરને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે આ મેદાનમાં વધારે KKRનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. પંજાબની ટીમનું કંઈ ખાસ આ મેદાનમાં પ્રદર્શન જોવા મળ્યું નથી.