December 19, 2024

Apple iPhone 16 Pro માટે નવા કેમેરાની ડિઝાઇનનું પરીક્ષણ

iPhone 16:  Apple આ વર્ષના અંત સુધીમાં નવી iPhoneની નવી સીરિઝ લાવી શકે છે. જેમાં iPhone 16 લોન્ચ થવાની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે. પરંતુ આ પહેલા iPhone 16ને લઈને માહિતીઓ લીક થઈ રહી છે. ફરી એક વાર નવું iPhone 16ને લઈને અપડેટ સામે આવ્યું છે.

મોટું અપડેટ સામે આવ્યું
iPhone 15 સીરિઝ એપલ દ્વારા ગયા વર્ષે 2023માં લોન્ચ કરાઈ હતી. હવે આ વર્ષના iPhone 16 લોન્ચ કરવામાં આવી શકે છે. iPhone 16ની લોન્ચિંગ ઇવેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કેલિફોર્નિયામાં કરવામાં આવી શકે છે. હવે જે માહિતી લીક્સ થઈ છે તેમાં કલર ઓપ્શનને લઈને માહિતી સામે આવી છે. iPhone 16 સીરીઝમાં બ્લુ, ગ્રીન, બ્લેક, પર્પલ, પિંક, યલો અને વ્હાઇટનો વિકલ્પ તમને મળશે. આ સાથે તમને જાંબલી અને સફેદ એમ બે નવા વિકલ્પો પણ મળી રહેશે.

આ પણ વાંચો: WhatsApp પર આવા ફોટા ન મોકલતા, એકાઉન્ટ થઈ જશે બંધ

નવી કેમેરા ડિઝાઇન
Apple Hubએ એક સોશિયલ મીડિયા એપ પર લખ્યું છે કે Apple iPhone 16 Pro માટે આ નવા કેમેરા ડિઝાઇનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ તમામ માહિતી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. હવે આ ફોટા વાયરલ થઈ રહ્યા છે તેમાં કોઈ લોકો કોમેન્ટ કરે નહીં તેવું તો બને? આ ફોટાઓ ઉપર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જોકે મોટા ભાગના લોકોને આ લુક પસંદ આવી રહ્યો નથી. એક યુઝરે લખ્યું કે તે એકદમ ભયાનક લાગે છે. જોકે કોઈ નવી વસ્તુ માર્કેટમાં આવે છે તો તેની સારી અને ખરાબ બંને ચર્ચા તો થવાની જ.

પાંચ મોડલ લોન્ચ
iPhone 16ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક માહિતી અનુસાર, Apple 2024માં iPhone 16 સિરીઝમાં પાંચ મોડલ લોન્ચ કરી શકે છે. એપલે ગયા વર્ષે લોન્ચ કરેલી iPhone 15 સિરીઝમાં 4 મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16, iPhone 16 Pro અને iPhone 16 Pro Max આ રીતે પાંચ મોડલ લોન્ચ થઈ શકે છે.