December 24, 2024

International Yoga Day 2024: પ્રાણાયામના કેટલા પ્રકાર છે?

International Yoga Day 2024: પ્રાણાયામ એ યોગનો એક મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. પરંતુ પ્રાણાયામના પણ ઘણા પ્રકાર છે. તેને કરવાની અલગ અલગ પદ્ધતિ છે. શિસ્ત સાથે પ્રેક્ટિસ કરવાથી તમારા આરોગ્યને લાભ મળે છે. પરંતુ તેને ખોટી રીતથી કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે પ્રાણાયામના કેટલા પ્રકાર છે?

અનુલોમ વિલોમ પ્રાણાયામ
આ પ્રાણાયામ નસકોરા દ્વારા શ્વાસ લેવાની પ્રક્રિયાથી કરાય છે. જે માનસિક શાંતિ આપે છે. આ કરવાથી તમારા મનને શાંતિ ચોક્કસ મળશે.

કપાલભાતિ પ્રાણાયામ
ઝડપથી શ્વાસ બહાર કાઢવાનો અને પેટના સ્નાયુઓને સંકોચીને કરવામાં આવે છે. આ કરવાથી શરીરમાં શુદ્ધિકરણ થાય છે. આ પ્રાણાયામ કરવાથી તમારા પાચનતંત્ર મજબૂત બને છે.

ભસ્ત્રિકા પ્રાણાયામ
તેમાં ઝડપથી અને ઊંડાણપૂર્વક શ્વાસ લેવામાં અને બહાર કાઢવાનો સમાવેશ થાય છે. તે ફેફસાંની ક્ષમતા વધારે છે અને શરીરને શક્તિ આપે છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને જ શા માટે ઉજવવામાં આવે છે?

ભ્રમરી પ્રાણાયામ
આમાં શ્વાસ બહાર કાઢતી વખતે ભમરના અવાજ જેવો અવાજ કરવાનો રહે છે. આ યોગ તમને માનસિક શાંતિ પ્રદાન કરે છે

ઉજ્જયી પ્રાણાયામ
ગળામાંથી થોડો ગર્જના અવાજ કરીને શ્વાસ લેવાનો અને બહાર કાઢવામાં આવે છે. આ યોગ કરવાથી તમારા મનને ચોક્કસ શાંતિ મળશે.

શીતલી પ્રાણાયામ
જીભને વાળીને શ્વાસ લેવાનો અને નાક દ્વારા શ્વાસ બહાર કાઢવામાં આવે છે. આ યોગ વધારે ગરમીની સિઝનમાં કરવામાં આવે તો વધારે ફાયદાકારક રહે છે. આ યોગ કરવાથી માનસિક એકાગ્રતા વધે છે.

શીતકારી પ્રાણાયામ
દાંત વચ્ચેથી શ્વાસ લઈને નાકમાંથી શ્વાસ બહાર કાઢાય છે. આ યોગ કરવાથી તમને શીતલી પ્રાણાયામની જેમ ઠંડક મળશે.

નાડી શોધન પ્રાણાયામ
આ પ્રાણાયામ નાડીઓના શુદ્ધિકરણ માટે કરાય છે. અનુલોમ-વિલોમ જેવી જ તકનીક છે, પરંતુ તે વધુ ધ્યાન અને શાંતિપૂર્ણ છે.

સૂર્યભેદી પ્રાણાયામ
આમાં વ્યક્તિએ જમણા નસકોરા વડે જ શ્વાસ લેવામાં આવે છે અને ડાબા નસકોરા વડે શ્વાસ છોડવો. તે શરીરને ઉષ્મા અને ઉર્જા પ્રદાન કરે છે.

ચંદ્ર ભેદી પ્રાણાયામ
માત્ર ડાબા નસકોરા દ્વારા શ્વાસ લેવાનો અને જમણા નસકોરા દ્વારા શ્વાસ બહાર કાઢવાનો સમાવેશ થાય છે. તે શરીરને શાંતિ આપે છે.