May 9, 2024

આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ દિન: જૂનાગઢમાં યોજાયું ખાસ પ્રદર્શન

સાગર ઠાકર, જૂનાગઢ: મનુષ્યએ જ્ઞાન વિજ્ઞાનની પાંખોથી ગગન વિહાર કરવાનું શરૂ કર્યું ત્યારે એક ક્ષણ કેવી અલૌકિક હશે અને એ પણ જો પૃથ્વીથી પણ ઉપર અનંત આકાશમાં ઊડવાનું સૌભાગ્ય જેને મળ્યું હશે એ પ્રથમ વ્યક્તિ કોણ ? આવા અનેક જ્ઞાનવર્ધક ફોટા વીડિયો માહિતી જુનાગઢ સ્થિત તારામંડલ માં પ્રસ્તુત કરવામાં આવી હતી. જીલ્લાના એકમાત્ર તારામંડળ માં એક નિ:શુલ્ક પ્રદર્શન યોજાયું.

આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ દિન 12 એપ્રિલ 1961 માં અંતરિક્ષયાત્રી યુરિ ગાગરિને સૌ પ્રથમ અંતરીક્ષ ઉડાન ભરી હતી. આ વ્યક્તિએ અવકાશમાં ઉડાન ભરીને માનવ માટે અંતરિક્ષના દ્વાર ખુલ્લા કર્યા હતા. તેના સન્માન માં યુનો દ્વારા 2011 થી International Day of Human Space Flight આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવાય છે.

અંતરીક્ષ ક્ષેત્રે ભારતનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ડો. વિક્રમ સારાભાઈ, રાકેશ શર્મા, કલ્પના ચાવલા થી લઈને તાજેતરમાં ચંદ્રયાન સુધી ભારતે ગૌરવપૂર્ણ પ્રગતિ સાધી છે. ત્યારે આ દિવસે જુનાગઢના તારામંડળ ખાતે નિ:શુલ્ક પ્રદર્શન યોજાયું. અંતરીક્ષ સંબંધિત વિવિધ પ્રકલ્પો દર્શાવવામાં આવ્યા હતા.

ગાગરિનની ઐતિહાસિક યાત્રાએ માનવીય નવીનતા અને ખંતમાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ચિહ્નિત કરી. માનવતા માટે નવા અનુભવો ખોલ્યા અને અવકાશ સંશોધન માટેનો માર્ગ મોકળો કર્યો. આ દિવસને માનવજાતની નોંધપાત્ર પ્રગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મનુષ્યએ આજના દિવસે જ્ઞાન વિજ્ઞાનની પાંખોથી ગગન વિહાર કરવાનું શરૂ કર્યું હતું

આ ઉજવણી સ્થાયી વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં તથા અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્ત્વપૂર્ણ પ્રદાનની પુનઃપુષ્ટિ કરે છે. બ્રહ્માંડની શોધખોળ કરવાનું ચાલુ રહે. શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશ જળવાય અને જેમણે આપણા ગ્રહની સીમાઓની બહાર પહોંચાવનું સાહસ કર્યું છે. તેમના પ્રયત્નોને માન આપીને માનવ માટે એક નવા યુગની શરૂઆત થઈ છે, હવે આકાશની મર્યાદા રહી નથી, અવકાશયાત્રીઓ બાહ્ય અવકાશમાં માનવજાતના દૂત છે. જે પ્રતિભા, કુશળતા અને બહાદુરીને મૂર્તિમંત કરે છે અને એક સભ્યતા તરીકે આપણે જે પ્રાપ્ત કરી શકીએ તેની સીમાઓને લંબાવી માનવ અવકાશ ઉડ્ડયને પૃથ્વી, બ્રહ્માંડ અને આપણા વિશે ના આપણા દ્રષ્ટિકોણ ને બદલી નાખ્યો છે.