December 19, 2024

Instagramમાં વાયરલ થવા દિવસમાં કેટલી રિલ્સ પોસ્ટ કરવી?

Instagram Viral Reels: ઇન્સ્ટાગ્રામમમાં આજકાલ દરેકને ફેમસ થવું હોય છે. પરંતુ કેવી રીતે થવું તે મોટા ભાગના લોકોને ખબર હોતી નથી. જો તમારે પણ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવું છે તો અમે આજે તમને તેમના વિશે જણાવા જઈ રહ્યા છીએ. કારણ કે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ ખાલી રીલ્સ મુકવી જરૂરી નથી. તેના માટે બહુ બધી વસ્તુ ઘ્યાન રાખવું જરૂરી છે.

એક દિવસમાં કેટલી રિલ્સ પોસ્ટ કરવી
તમને પહેલો સવાલ થતો હશે કે દિવસમાં કેટલી વાર રીલ્સ પોસ્ટ કરવાની રહેશે. તો દિવસમાં તમારે 3થી 4 પોસ્ટ તમે મૂકી શકો છો. આ સાથે તમારે એવા હેશટેગ મારવાના રહેશે કે જે તે સમયે ટ્રેન્ડીંગમાં હોય , તમારૂ કન્ટેન્ટ સરસ અને શોર્ટ હોવું જોઈએ. તમે રીલ્સમાં કોઈ સોંગ નાખો છો તો તે પણ તમારે ટ્રેન્ડીંગ હોય તે નાખવાનું રહેશે. જેના કારણે તમારી રીલ્સ વાયરલ થશે. તમે જે રીલ્સ બનાવો છો તે 30 સેકન્ડ કે પછી તેનાથી ઓછી હોવી જોઈએ. જો વીડિયો લાંબો હશે તો લોકોને જોવામાં મજા નહીં આવે અને તે વાયરલ થવાની શક્યતાઓ ઓછી થઈ જાઈ છે.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે ‘કબૂતર જાસૂસી’? જાણો તમામ માહિતી

પોસ્ટ અપડેટ કરવી જરૂરી
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવા માટે તમારે સતત પોસ્ટ કરવી જરૂરી છે. ઘણા લોકો એવા પણ હોય છે કે એક દિવસ રીલ પોસ્ટ કરે છે અને પછી મહિનાઓ સુધી કોઈ અપડેટ પોસ્ટ કરતા નથી. જેના કારણે તેના ફોલોઅર્સ પણ તેને એક સમયે અનફોલો કરી દે છે. આ ઉપરાંત જે તે સમયે તમારી પોસ્ટ મૂકવામાં આવે છે તેના કારણે પણ વાયરલ થવામાં મદદ થાય છે. રીલ્સ પોસ્ટ કરતી વખતે, સંબંધિત કૅપ્શન્સ અને હેશટેગ્સને ધ્યાનમાં રાખો. હેશટેગને ગમે ત્યાંથી કોપી પેસ્ટ કરશો નહીં. જરૂરિયાત મુજબ માત્ર સંબંધિત હેશટેગનો ઉપયોગ કરો. તમારા કન્ટેન્ટમાં ફોકસ કરો. જેવું તમારા પ્રેક્ષકોને ગમે છે તેવું પીરસવાનું ચાલુ રાખો. જો આ તમામ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારી રીલ્સ વાયરલ થશે.

આ પણ વાંચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર