May 6, 2024

AIની મદદથી તમને મળશે જીવનસાથી

ફિચર ડેસ્કઃ AIની મદદથી આજકાલ કંઈ પણ થઈ શકે છે. હવે તો લોકોએ AIની મદદથી પત્ની શોધવા લાગ્યા છે. શું તમે પણ પત્ની શોધવા પ્રયત્ન કર્યો છે? જો નથી કરી ટ્રાય તો આ વેલેન્ટાઈન પર તમે તમારા નસીબને અજમાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે ડેટિંગ એપ્સ પર AIની મદદથી તમે કેવી રીતે તમારા માટે સારો પાર્ટનર શોધી શકો છો.

આ ટ્રીક તમારા માટે
જો તમે પણ પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધી રહ્યા છો તો આજે જે ટ્રીક તમને કહેવા જઈ રહ્યા છીએ એ તમારા માટે ખુબ કામ લાગી શકે છે. તમે Tinder જેવી ડેટિંગ એપ પર AIની મદદથી તમારા જીવનસાથીને શોધી શકો છો. જીવનસાથીને શોધવામાં હવે તમને AI મદદ કરશે. ચેટિંગથી લઈને પ્રપોઝલ અને ડેટ ઈન્વાઈટ સુધી તમામ બધું AI દ્વારા નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મોસ્કો સ્થિત એલેક્ઝાન્ડર ઝડાને ટિન્ડર પર 5,000 થી વધુ મહિલાઓ સાથે ચેટ કરવા માટે OpenAI ના ChatGPTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

AIની મદદથી પત્ની મળી
એલેક્ઝાન્ડર ઝદાનને AI ની મદદથી તેની જીવનસાથી કરીના વ્યાલાશ્કેવા મળી હતી. વ્યાલાશ્કેવા શરૂઆતમાં અજાણ હતી કે તે AI સાથે ચેટ કરી રહી છે. થોડા જ દિવસોમાં બંને ઓફલાઈન મળવા લાગ્યા હતા. જો તમે પણ ઝદાનાદ જેવા તમારા માટે જીવનસાથી શોધવા માંગો છો, તો તમે તમારી Tinder એપ પર AI ChatGPT ની મદદ પણ લઈ શકો છો. તમે Tinder એપ પર જઈને સેટિંગ કરીને AIની મદદથી તમે આ રીતે જીવનસાથી શોધી શકો છો.

AI હાઈડ્રોજન કાર
શાર્ક ટેન્ક ઇન્ડિયામાં હર્ષલ મહાદેવ નામનો વ્યક્તિ પોતાની કાર લઈને આવ્યો હતો. તેમણે પોતાને ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાઈડ્રોજન આધારિત વાહન ઉત્પાદન સ્ટાર્ટઅપના સ્થાપક તરીકે ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હર્ષલે ઘરની પાછળના ગેરેજમાં માત્ર 18 મહિનામાં પોતાની કાર તૈયાર કરી હતી. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેણે તેની કંપનીની 4 ટકા ઇક્વિટી માટે રૂપિયા 2 કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું. આ સમયે ટેસ્ટ ડ્રાઇવ કરવામાં આવ્યું હતું. અનુપમ, વિનીતા અને નમિતા હર્ષલ સાથે કારમાં બેસીને તેની ટેસ્ટ ડ્રાઈવ કરી હતી. કારની નવીનતાથી તમામ શાર્ક ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ પછી હર્ષલે તેની કાર બનાવવાની સફર વિશે માહિતી શાર્કને માહિતી આપી હતી. જો કે, શાર્ક આ કારને સારી રીતે સમજી શક્યા નથી કારણ કે આ ટેક્નોલોજી સાથે અન્ય ઘણી બ્રાન્ડ્સ પહેલેથી જ અસ્તિત્વમાં છે તેવું શાર્ક હર્ષલે જણાવ્યું હતું. તેમાંથી એક શાર્કએ હર્ષલને AI અને હાઈડ્રોજન કાર બંને પર અલગ-અલગ ફોકસ કરવાનું કહ્યું હતું.