January 19, 2025

રીલ્સ જોવા માટે હવે જરૂર નહીં પડે ઇન્સ્ટાગ્રામની!

અમદાવાદ: દેશની સાથે વિદેશમાં Instagramના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કંપની પોતાના વપરાશકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે અપડેટ્સ લાવતી રહે છે. વપરાશકર્તાઓને કોઈ આપત્તિનો સામનો ના કરવો પડે. તો ફરી એક વાર Instagram એક નવું અપડેટ લઈને આવ્યું છે.

ખાસ ફીચરનો ઉપયોગ
આ ફીચરમો હાલમાં iOS માટે રજૂ કરવામાં આવશે. જેનો ફાયદો એ થશે કે યુઝર્સ એપને ડાઉનલોડ કર્યા વગર એપના મુખ્ય ઈન્ટરફેસમાં રીલ્સ જોઈ શકશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે વાત સાચી છે, જી હા થોડા જ સમયમાં તમને આ ફીચર્સ જોવા મળશે. હાલ આ અપડેટને લઈને કામ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 2021 માં iOS 14 અપડેટ સાથે iPhoneમાં રજૂ કરવામાં આવશે. આ એપની વાત કરવામાં આવે તો તે એપ ક્લિપ્સ એક પ્રીવ્યુની જેમ કામ કરે છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું
તાજેતરના એક રિપોર્ટની માહિતી સામે આવી છે જેમાં nstagram એપ વર્ઝન 319.0.2 માં એક એપ ક્લિપ મળી છે. જે એપ ક્લિપ iOS યુઝર્સને બ્રાઉઝરની જગ્યાએ એપના મુખ્ય UIમાં Instagramની રીલ્સ જોવાની મંજૂરી આપે છે. જો કોઈ પણ વ્યક્તિ iMessageમાં રીલ લિંક શેર કરે છે તો તમે હવે તેને તે જ રીતે જોઈ શકો છો જેમ તે Instagram એપ્લિકેશન પર જોવા મળશે. જેના કારણે તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરવાની જરૂર નહીં પડે.આ એપ્લિકેશન ક્લિપ્સ તમને રીલ્સ જોવા, સ્ક્રોલ કરવા અને અન્ય લોકો સાથે શેર કરવા દે છે. ત્યારબાદ થોડી વાર પછી તે તમને યુઝરને એપ ડાઉનલોડ કરવાનું કહે છે. તમે NFC ટૅગ્સ અને QR કોડ્સથી લઈને શેર કરેલી લિંક્સ સુધી ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકો છો.