May 4, 2024

દોષનો દાવાનળ ફાટ્યો, સિંગાપોરમાં મૂળ ભારતીય રાજનેતા પર ભ્રષ્ટાચારનો આરોપ

સિંગાપોરમાં ભ્રષ્ટાચારના કેસમાં ભારતીય મૂળના મંત્રી ઇશ્વરને પર ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો છે. સિંગાપોરના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર એસ ઇશ્વરન પર ગુરૂવારે કોર્ટમાં ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા હતા. તેમની ઉપર લાંચ લેવાનો આરોપ લગાવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર ઇશ્વરનને ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિકસની ફૂટબોલ મેચો અને કોન્સર્ટની ટિકિટ આપવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવી
ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા ઇશ્વરની ગયા વર્ષે જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. સિંગાપોરના વડા પ્રધાને તારીખ 18-1-2024ના ગુરુવારે તેના પરિવહન વડાના રાજીનામાની જાહેરાત કરી હતી. તપાસના ભાગરૂપે ગયા વર્ષે 11 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ધરપકડ અંગેની માહિતી મોડેથી કરવામાં આવી હતી.

આ પણ વાચો: 24 કલાકમાં અમેરિકન જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી બે હુમલા

સાત વર્ષ સુધી જેલમાં
કરપ્ટ પ્રેક્ટિસ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ આપેલી માહિતી અનુસાર ઇશ્વરન પર ભ્રષ્ટાચાર અને ન્યાયમાં અવરોધ સહિતના કુલ 27 આરોપોનો સામનો કરવો પડશે. જોકે બીજી બાજુ ઈશ્વરને આ તમામ આરોપોને નકારી દીધા હતા. આરોપોને ફગાવતા ઇશ્વરને કહ્યું કે હું મારી જાતને નિર્દોષ સાબિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યો છું. જો ઇશ્વરન આ ભ્રષ્ટાચારના કેસોમાં દોષી સાબિત થાય તો તેમને 7 વર્ષની જેલ અથવા સિંગાપુર $100,000 સુધીનો દંડ થઈ શકે છે.

સિંગાપોરમાં ભ્રષ્ટાચારના ઓછા કેસ
ઇશ્વરન, 61, 2006 માં વડા પ્રધાન લી સિએન લૂંગની કેબિનેટમાં જોડાયા હતા. મે 2021 માં તેમને પરિવહન પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી તેમણે વેપાર અને સંચાર વિભાગ પણ સંભાળ્યું હતું. મહત્વની વાત એ છે કે સિંગાપોરમાં ભ્રષ્ટાચારના સૌથી ઓછા કેસ સામે આવે છે. તમને જણાવી દઇએ કે નેતાનો સંડોવતો છેલ્લો ભ્રષ્ટાચારનો કેસ 1986માં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય વિકાસ પ્રધાન વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેણે લાંચ લીધાનું કબૂલ્યું હતું.

આ પણ વાચો: ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત