May 4, 2024

ભારતીય નેવીને મળ્યું ‘રોમિયો હેલિકોપ્ટર’, સબમરીનનો નાશ કરવામાં સક્ષમ

Indian Navy’s new killer ‘Romeo’ : ભારતીય નૌકાદળમાં (Indian Navy) MH-60R (MH-60R Seahawk)ને કોચીમાં તેના કાફલામાં સામેલ કરવા જઈ રહી છે. જેને રોમિયો હેલિકોપ્ટર (Romeo Helicopter) પણ કહેવામાં આવે છે. આ હેલિકોપ્ટર સ્વદેશી વિમાનવાહક જહાજ IAC Vikrantની તાકાત વધારવા માટે પણ કામ કરશે. ભારતીય નેવીના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અહીં 6 માર્ચે INS ગરુડ ખાતે નવા MH60R Seahawk મલ્ટી-રોલ હેલિકોપ્ટરને કાફલામાં ઉમેરવામાં આવશે. આ સ્ક્વોડ્રનને કેપ્ટન એમ અભિષેક રામના કમાન્ડ હેઠળ INAS 334 તરીકે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.

 

2020માં Romeo Helicopte માટે કરાર કરવામાં આવ્યા
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2020માં 24 MH60R હેલિકોપ્ટર ખરીદવા માટે અમેરિકા (US) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધીમાં ભારતીય નૌકાદળને છ હેલિકોપ્ટરને સોંપી દેવામાં આવ્યાં છે. 2025 સુધીમાં ભારતીય નૌકાદળને 24 હેલિકોપ્ટરમાંથી બાકીના 18 હેલિકોપ્ટર પણ મળી જશે. અગાઉ, 2021માં નેવીને ત્રણ અને આ વર્ષના મધ્યમાં બે હેલિકોપ્ટર મળ્યા હતા. આ હેલિકોપ્ટરને રોમિયો હેલિકોપ્ટર (Romeo Helicopter) પણ કહેવામાં આવે છે.

રોમિયો હેલિકોપ્ટરની ખાસિયતો

1.રોમિયો મહત્તમ 270 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે.
2. રોમિયોની મહત્તમ ગતિ મર્યાદા 330 કિલોમીટર પ્રતિ કલાક છે.
3. આ હેલિકોપ્ટરના મુખ્ય પંખાનો વ્યાસ 53.8 ફૂટ છે.
4. એક ઉડાનમાં 830 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
5. મહત્તમ 12 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.
6. તેની વર્ટિકલ લિફ્ટિંગ સ્પીડ 1650 ફીટ પ્રતિ મિનિટ છે.
7. એક રોમિયો હેલિકોપ્ટરની કિંમત લગભગ 584 કરોડ રૂપિયા છે.
8. Romeoમાં બે જનરલ ઇલેક્ટ્રિક ટર્બો શાફ્ટ એન્જિન છે.
9. તે ટેકઓફ સમયે 1410×2 KWની શક્તિ ઉત્પન્ન કરે છે.
10. MH 60R વર્ઝન સામાન્ય રીતે એન્ટી-સબમરીન વર્ઝન છે.
11. ભારત 14 હજાર કરોડ રૂપિયામાં 24 રોમિયો ખરીદી રહ્યું છે.
12. જેમાં બે માર્ક 46 ટોર્પિડો અથવા MK 50 અથવા MK 54s ટોર્પિડો સાથે ફીટ કરી શકાય છે.
13. 4 થી 8 AGM-114 Hellfire Missile લગાવી શકાય છે.
14. રોમિયોને ફ્રિગેટ્સ, કોર્વેટ અથવા વિનાશક યુદ્ધ જહાજોથી પણ સંચાલિત કરી શકાય છે.
15.Romeo ને અમેરિકાની Skorsky એરક્રાફ્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
16.રોમિયો હેલિકોપ્ટર ડઝનેક સેન્સર અને રડારથી સજ્જ છે.
17. રોમિયોને ઉડાડવા માટે 3 થી 4 ક્રૂ મેમ્બર્સ જરૂરી છે.
18. ક્રૂ સિવાય રોમિયો હેલિકોપ્ટરમાં 5 લોકો બેસી શકે છે.
19. Romeo નું મહત્તમ ટેકઓફ વજન 10,433 kg છે.
20.રોમિયોની લંબાઇ 64.8 ફૂટ છે. ઊંચાઈ 17.23 ફૂટ છે.
21. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને તુર્કીની નૌકાદળ દ્વારા રોમિયોનો ઉપયોગ કરવામાં આવે છે.
22. રોમિયોના 5 વર્ઝન છે અને 1979 થી અત્યાસ સુધી 938 હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા.
23. રોમિયોનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી, હુમલો, સબમરીનને વિનાશ કરવામાં થાય છે.