November 19, 2024

ભારતીય અબજોપતિએ ખરીદી ઈલેક્ટ્રિક ઓટો રિક્ષા, કિંમત માત્ર 4 લાખ

Electric Car: દેશના મોટાભાગના ઉદ્યોગપતિની ઓળખ તેના કાર કલેક્શનથી કરવામાં આવે છે. મોટા ઉદ્યોગપતિઓ મર્યાદિત એડિશનમાં બનેલી કાર ખરીદવાનું મોટા ભાગે પસંદ કરે છે. દેશમાં એક એવો બિઝનેસમેન પણ છે જેણે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ઓટોની ખરીદી કરી છે. આવો જાણીએ આ ઈલેક્ટ્રિક ઓટો રિક્ષાની માહિતી.

ઓટો ખરીદવાનું પસંદ કર્યું
મોન્ટ્રા સુપર ઓટો EV બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે – એક 7.66 kWh યુનિટ અને 10 kWh યુનિટ. કંપનીના દાવા મુજબ, આ EV 160 કિલોમીટરથી વધુની રેન્જનું વચન આપે છે. ભારતીય અબજોપતિએ ઈલેક્ટ્રિક ઓટો રિક્ષાની ખરીદી કરી છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે ઝોહો કોર્પોરેશનના સીઈઓ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીધર વેમ્બુ છે. તેઓ ધારે તે કાર લઈ શકવા તે સક્ષમ છે. પરંતુ તેમણે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ઓટો ખરીદવાનું પસંદ કર્યું છે.

આ પણ વાંચો: ટેસ્લા ટોટલી ડ્રાઈવરલેસ કાર લૉંચ કરશે, સ્ટેરિંગ વ્હીલ તો શું ક્લચ પેડલ પણ નહીં હોય

પોસ્ટ શેર કરી
મોન્ટા ઇલેક્ટ્રિક ઓટોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે “હું ઉત્સાહિત છું કે મુરુગપ્પા ગ્રૂપની મારી તદ્દન નવી ઇલેક્ટ્રિક ઓટો મોન્ટ્રા અહીં આવી છે. મને ઓટો ખુબ ગમે છે. આ જે પોસ્ટ કરવામાં આવી હતી તેની નીચે લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક ક યુઝરે પ્રશ્ન પૂછ્યો કે જેના જવાબમાં તેણે કહ્યું કે સ્કૂટર અથવા મોટરસાઇકલની સરખામણીમાં ઇલેક્ટ્રિક ઓટો એક સારું અને સુરક્ષિત અપગ્રેડ છે. આ સાથે તેમણે કહ્યું કે મને તેને ફેમિલી સ્કૂટર તરીકે વિચારવું ગમે છે.

આ ઓટોની વિશેષતાઓ
મોન્ટ્રા સુપર ઓટો EV બે બેટરી પેકમાં વિકલ્પો આપવામાં આવ્યા છે. એક 10 kWh યુનિટ અને ક 7.66 kWh યુનિટ. EV 160 કિલોમીટરથી વધુની રેન્જની પણ ખાસિયત છે. કંપનીએ જે દાવો કર્યો છે તે અનુસાર તેની મહત્તમ સ્પીડ 55 કિલોમીટર પ્રતિ કલાક છે. નોંધનીય છે કે વેમ્બુ Tata Nexon EVની પણ માલિકી ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયુવીમાંની એક છે.