December 11, 2024

Budget 2024: ચીનને પછાડીને ટેક દુનિયામાં ભારત બનશે ‘કિંગ’

નવી દિલ્હી : 21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ઈનોવેશનની બાબતમાં વિશ્વના મોટા દેશો સાથે ભારત સ્પર્ધા કરી રહ્યું છે અને તેને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને પ્રેરણા આપવા માટે રૂ. 1 લાખ કરોડનું ભંડોળ તૈયાર કરવામાં આવશે. બીજી બાજુ પાડોશી દેશ ચીનની ટેક બ્રાન્ડને ભારતમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વની ઘણી મોટી ટેક કંપનીઓ ચીનમાં મેન્યુફેક્ચરિંગ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ કંપનીઓને લગાવ ભારત તરફ વધ્યો છે. ચીનના હાલના ટેક ઈન્ડસ્ટ્રીને પાછળ છોડીને સરકારે ભારતમાં ઈનોવેશન સંબંધિત રોકાણ લાવવા અને ટેક બ્રાન્ડ્સને આકર્ષવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે કેવી રીતે ભારતે વિદેશી કંપનીઓ માટે તેના દરવાજા ખોલ્યા છે અને સ્વદેશી કંપનીઓ તેમની સાથે નવા વિકાસ કરી રહી છે.

નવીનતાને વિકાસનો પાયો ગણાવ્યો
બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે દેશમાં ડીપ-ટેક ટેક્નોલોજીને મજબૂત કરવા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે ટૂંક સમયમાં એક નવી યોજના લાવવામાં આવશે. ઈનોવેશનને વિકાસનો પાયો ગણાવતા તેમણે કહ્યું કે આ માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન આપીને 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવામાં આવશે. જેના કારણે રિસર્ચ અને ઇનોવેશનને વેગ મળશે.

આ પણ વાંચો : બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ

ખાનગી ક્ષેત્રમાં સંશોધન માટે સહાય
બજેટ 2024 માં જે કોર્પસનોઉલ્લેખ કર્યો છે, તેમની સાથે ઇનોવેશન અથવા રિસર્ચ સાથે સંકળાયેલી કંપનીઓને લાંબા ગાળાની નાણાકીય સહાય અને ખૂબ ઓછા અથવા શૂન્ય વ્યાજ દરે લોન આપવામાં આવશે. નવા ડોમેન્સમાં રિસર્ચ અને ઇનોવેશન માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને મદદ કરવાની તૈયારી છે. સ્વદેશી ટેક્નોલોજી ટૂલ્સ બનાવવા અને વિદેશી પ્લેટફોર્મ પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં પણ આ એક મોટું પગલું છે.