January 23, 2025

શેરમાર્કેટ ગ્રીન નિશાન પર થયું બંધ, સરકારી કંપનીઓ રહી નુકસાનમાં

Share Market: સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટમાં સારી તેજી સાથે બંધ થયું છે. મોટી સરકારી અને ખાનગી બેંકોના શેરમાં સારી ખરીદારી થઈ રહી હતી. તેના કારણે બીએસઈ સેન્સેક્સ 167 અંકના ઉછાળા સાથે 71,595 અંક પર બંધ રહ્યું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 64 અંકના ઉછાળા સાછે 21,782 અંક પર બંધ રહ્યું છે. એક તરફ શેરમાર્કેટમાં તેજીથી ઘડાટો થવા છતા ગ્રીન નિશાન સાથે હતી. જેના કારણે 386.43 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે.

આજના ટ્રેકમાં બેંકિંગ સ્ટોક્સમાં ખરીદીના કારણે બેંક નિફ્ટી 622 અંકના ઉછાળા સાથે 45,634ના અંક પર બંધ થયું છે, જ્યારે ફાર્મા, એફએમસીજી, હેલ્થકેયર અને કઝ્યુમર ડ્યૂરેબલ્સ સેક્ટરના સ્ટોકમાં ઘટાડાની સાથે બંધ થયો હતો. જ્યારે ઓટો, આઈટી ઓયલ એન્ડ ગેસ, મેટલ્સ, અનર્જી, મીડિયા અને રિયલ એસ્ટેટમાં ઘટાડો સાથે બંધ થયું છે.

આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં મોટો ઘટાડો થયો છે. સેન્સેક્સમાં 30 શેરમાં 16 તેજીમાં અને 14માં ઘટાડા સાથે બંધ રહ્યા છે. નિફ્ટીના 50 શેરમાં 27 સ્ટોક ગ્રીન અને 23 શેર લાલ નિશાન સાથે બંધ થયા છે. આજના કારોબારમાં સરકારી કંરનીઓએ શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.66 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. રેલવે. ડિફેન્સ, પાવર, અનર્જીથી જોડાયેલી કંપનીઓ જેવી નાની સરકારી બેંકના બોન્ડના ભાવમાં ઘટાડો થયો હતો.