January 24, 2025

પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠો મેડલ જીત્યા બાદ ભારત મેડલ ટેલીમાં આ સ્થાને

Olympics Medal Tally: પેરિસ ઓલિમ્પિક્સ 2024 હવે 2 દિવસમાં પુર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં મેડલ ટેલીમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીતતાની સાથે ભારતને છઠ્ઠો મેડલ મળી ગયો હતો. જોકે, તેનાથી મેડલ ટેલીમાં ભારતની સ્થિતિમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો ના હતો.

કુલ 6 મેડલ બાદ પણ ભારત 69માં સ્થાને
ભારત ઓલિમ્પિક 2024માં અલગ-અલગ શૂટિંગ ઈવેન્ટ્સમાં 3 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યું છે. 8 ઓગસ્ટના હોકીમાં બ્રોન્ઝ મેડલ અને નિરજે ભાલા ફેંકની ફાઇનલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ગઈ કાલે કુસ્તીમાં અમન પણ બ્રોન્ઝ લાવ્યો છે. જે બાદ ભારત 6 મેડલ સાથે મેડલ ટેલીમાં 69માં સ્થાને હતું. અમેરિકા અને ચીને અત્યાર સુધીમાં સૌથી વધુ 33 ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: મોહમ્મદ શમીની વાપસીને લઈને મોટું અપડેટ

સૌથી વધુ મેડલ જીત્યા
અમેરિકાની શાન આ ઓલિમ્પિકમાં જોવા મળી હતી જેમાં તેણે અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 111 મેડલ જીત્યા છે. જેમાં 33 ગોલ્ડ મેડલ અને 39 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ચીન બીજા સ્થાને છે, તેના ખાતામાં કુલ 83 મેડલ છે અને તેમાંથી 33 ગોલ્ડ છે. ઓસ્ટ્રેલિયા 48 મેડલ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે જાપાન અને બ્રિટન 37 અને 57 મેડલ સાથે ચોથા અને પાંચમા સ્થાને છે.