January 24, 2025

મેક્રોનની મુલાકાત બની ભારત માટે ખાસ, થયા આ મહત્વપૂર્ણ કરારો

ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવ્યા હતા. જેમાં ઈમેન્યુઅલ મેક્રોને ભારત સાથે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપનું સ્વાગત કર્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું કે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, ખાસ કરીને ડિઝાઇન સ્ટેજથી, યુવાનો માટે માત્ર સારી નોકરીઓનું સર્જન કરતું નથી, પરંતુ તે આત્મનિર્ભર ભારતના વિઝનને પણ આગળ ધપાવે છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં વ્યાપક પ્રગતિને પણ સમર્થન આપે છે.

આ પણ વાચો: માલદીવના રાષ્ટ્રપતિનો સૂર બદલાયો, વડાપ્રધાન મોદીના કર્યા ભારે વખાણ

વિઝાની માન્યતામાં સહયોગ
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બંને દેશો ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ, સેટેલાઇટ લોન્ચ, સ્વચ્છ ઊર્જામાં સંયુક્ત સંશોધન, આરોગ્ય સંભાળ, જાહેર વહીવટના ક્ષેત્રમાં સહયોગ અને ફ્રાન્સમાં માસ્ટર ડિગ્રી કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે શેંગેન વિઝાની માન્યતામાં સહયોગ કરવામાં આવશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ટાટા અને એરબસ હેલિકોપ્ટર નોંધપાત્ર સ્વદેશી અને સ્થાનિકીકરણ ઘટકો સાથે ભારતમાં H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી કરશે. સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ ખાનગી ક્ષેત્રમાં આ ભારતની પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન હશે.

આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’

માલદીવના રાષ્ટ્રપતિનો સૂર બદલાયો
લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચરમસીમા પર હોય તેવું જોવા મળી રહ્યું હતું. પરંતુ આ તમામ વાત વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ બંને દેશોના સંબંધોના વખાણ કરતા જોવા મળ્યા હતા.માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં મુઈઝુએ રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ મિત્રતા અંખડ
Russiaના રાજદૂત ડેનિસ અલીપોવે તારીખ 26-1-2024ના X (ટ્વિટર) પર લખ્યું કે તેઓ ભારતને હાર્દિક અભિનંદન પાઠવે છે. અમે અમારા મિત્ર ભારતની ફકત સમૃદ્ધિની જ ઈચ્છા નથી, અમે ઈચ્છીએ છીએ કે ભારત અમૃતકાલમાં જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તે ગતિએ આગળ વધે. આ સાથે તેમણે કહ્યું કે અમારો સંબંધ છેલ્લા 77 વર્ષથી અકબંધ છે. સમયે સમયે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે પરંતુ અમે બંને એકબીજાને છોડ્યા નથી.