November 19, 2024

દેશના મહાનગરમાં ઈ-રીક્ષાની સંખ્યા વધી, લાખોમાં નોંધાયો આંકડો

અમદાવાદ: ભારતીય રસ્તાઓ પર ઈલેક્ટ્રિક રિક્ષાઓની સંખ્યાઓ વધી રહી છે. ખાસ કરીને મહાનગરમાં આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ન માત્ર રીક્ષા, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા લાખોમાં છે. સરકારી ડેટા અનુસાર, ઈ-રિક્ષા નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જે 2020-21માં 78,700 યુનિટથી વધીને આંક ગત નાણાકીય વર્ષમાં 4 લાખથી વધુ થઈ ગયો છે. ઇલેક્ટ્રીક રિક્ષા શહેરી અને ગ્રામીણ પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા, કનેક્ટિવિટીનાં મુખ્ય માધ્યમ તરીકે ઉભરી આવી છે. જ્યાં પહેલા લોકોને નજીકના શહેરમાં કે નજીકના શહેરમાં જવા માટે ઓટો કે બસ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી, હવે ઈલેક્ટ્રીક રિક્ષાએ તેને સરળ બનાવી દીધું છે. દિલ્હી-નોઈડા જેવા ટ્વિન સિટી તરીકે ઊભરી રહેલા શહેરમાં આવી રીક્ષાઓ ઘણી બધી જોવા મળી રહી છે.

રિક્ષાની ડિઝાઇનમાં સુધારો
જો કે ઈલેક્ટ્રિક રિક્ષા અંગે સુરક્ષા સંબંધિત ચિંતાઓ છે કારણ કે, ઘણી વખત એમાં બટરી સળગી જવાની ઘટનાઓ સામે આવે છે. રંતુ તાજેતરના સમયમાં ઘણા પ્રયત્નોને કારણે, ઇલેક્ટ્રિક રિક્ષાની ડિઝાઇનમાં સુધારો કરવા તેમજ તેની સ્થિરતા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, નિર્ધારિત સ્પીડ લિમિટ ઓળંગવાને કારણે ઈ-રિક્ષા પલટી જવાના બનાવો બને છે. મોટર-વાહનના નિયમો મુજબ, આ વાહનોને સ્પીડોમીટર ફરજિયાત ઇન્સ્ટોલ કરવા સાથે મહત્તમ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પ્રતિબંધિત છે. વધુમાં, ઓવરલોડિંગને રોકવા માટે તેમને 4 થી વધુ મુસાફરોને લઈ જવાની મંજૂરી નથી. આવા નિયમનું પાલન ન થાય ત્યારે અકસ્માત થાય છે.

આ પણ વાંચો: લૂક-સ્ટાઈલમાં ટક્કર આપશે નવી Mahindra XUV 3XO, જાણો ફિચર્સ

સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ઈ-રિક્ષાની વધતી જતી પ્રસિદ્ધિને સંબોધવા માટે એક બેઠક બોલાવી હતી. આમાં, માર્ગ પરિવહન મંત્રાલયને સલામતીની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વાહનોની વ્યાપક સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સલામતી વધારવા માટેના પ્રસ્તાવિત પગલાંઓમાં વધુ સારી સ્થિરતા માટે વાહનોને પહોળા કરવા, ફિટનેસ પરીક્ષણો અને ઉત્પાદન અનુરૂપતા પ્રોટોકોલ્સને રિફાઇન કરવા, ટેસ્ટ પીરિયડમાં 3 અને 2 વર્ષનો સમાવેશ થાય છે.