May 3, 2024

ડિફેન્સ એક્સપોર્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, રાજનાથ સિંહે પીએમ મોદીને આપ્યો શ્રેય

Defense exports: નાણાકીય વર્ષ 2023-2024માં દેશની સંરક્ષણ નિકાસમાં 32.5%નો વધારો થયો છે અને તે પ્રથમ વખત રૂ. 21,000 કરોડને પાર કરી ગયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે.

ભારતે તેની સંરક્ષણ નિકાસમાં ઈતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024માં દેશની સંરક્ષણ નિકાસમાં 32.5%નો વધારો થયો છે અને તે પ્રથમ વખત રૂ. 21,000 કરોડને પાર કરી ગયો છે. આ રેકોર્ડ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર લખ્યું કે નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘2023-24માં સંરક્ષણ નિકાસ રેકોર્ડ રૂ. 21,083 કરોડને સ્પર્શી ગઈ છે, જે ગત નાણાકીય વર્ષ 2022-23ના રૂ. 15,920 કરોડ કરતાં 32.5% વધુ છે. આ એક વર્ષમાં અત્યાર સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ છે.

21 હજાર કરોડનો આંકડો પાર કર્યો
આ એક્સપોર્ટમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર સંરક્ષણ ક્ષેત્રે અનુક્રમે 60% અને 40% યોગદાન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતની સંરક્ષણ નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે.

આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, આ દિગ્ગજ ખેલાડીનું કપાઇ શકે છે પત્તું

50 કંપનીઓએ નિકાસ કરી
નોંધનીય છે કે લગભગ 50 ભારતીય કંપનીઓએ 84 દેશોને તેમના સંરક્ષણ ઉત્પાદનો વેચીને આ ચમત્કારિક લક્ષ્ય હાંસલ કર્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રક્ષા મંત્રાલયે આવા ઘણા પગલા લીધા જે સફળ થયા છે.