January 23, 2025

ભારત-પાકિસ્તાન વચ્ચે જાણો ક્યારે છે મેચ?

IND vs PAK: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મેદાન પર આમને-સામને જોવા મળશે. આ વખતે મેચ જોરદાર જોવા મળવાની છે કારણ કે ભારતીય ટીમ સતત 4 મેચ જીતીને શાનદાર ફોર્મમાં છે. જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન મેદાનમાં આમને સામને આવે છે ત્યારે તમામની નજર આ મેચ પર જોવા મળે છે. ઈન્ડિયા અને પાકિસ્તાની મેચ દુનિયામાં સૌથી વધારે જોવાયેલી મેચમાંથી એક છે.

આ મેચની આતુરતાથી રાહ
બંને દેશોના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફરી એકવાર આ તક આવી રહી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું આયોજન ચીનમાં થવાનું છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાન પણ ભાગ લેવાની છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 8 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. હવે ભારત તેની 5મી મેચમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. તમામ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

તમે ભારતમાં લાઈવ મેચો કેવી રીતે જોઈ શકશો?
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચીનના હુલુનબુર ખાતે રમાવાની છે. આ હાઈવોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે આવતીકાલે બપોરે 1.15 વાગ્યાથી રમાવાની છે . આ મેચનું જીવંત પ્રસારણ અમારીhttps://newscapital.com/sports/ વેબસાઈટ પર પણ લાઈવ જોઈ શકશો.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતીય ટીમ

ગોલકીપર્સઃ સૂરજ કરકેરા, કૃષ્ણ બહાદુર પાઠક
ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત, જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ,
મિડફિલ્ડર્સ: વિવેક સાગર પ્રસાદ (વાઈસ-કેપ્ટન), રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહિલ મૌસેન
ફોરવર્ડ્સ: અરિજીત સિંહ હુંદલ , ઉત્તમ સિંહ , ગુરજોત સિંહ, અભિષેક, સુખજીત સિંહ