October 5, 2024

સોશિયલ મીડિયા ઉપર પણ રોનાલ્ડોની ‘કિક’, ભલભલા ધુરંધરો રહ્યા પાછળ

Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સોશિયલ મીડિયા પર 1 બિલિયન ફોલોઅર્સને પાર કરનાર પહેલો એથ્લેટ બની ગયો છે. થોડા જ દિવસો પહેલા રોનાલ્ડોએ ફૂટબોલના મેદાન પર 900 ગોલ કરવાની મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યારે હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે નવો રેકોર્ડ બનાવી લીધો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક અબજ ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે.

વિશ્વનો પ્રથમ એથ્લેટ બની ગયો
ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રમતની દુનિયામાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક અબજથી પણ વધારે ફોલોઅર્સનો આંકડો સ્પર્શ કરી લીધો છે. રોનાલ્ડોએ તાજેતરમાં તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો હતો અને પ્રશંસકોને તેમનો આભાર માન્યો હતો. આ કારણથી તેણે ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોનાલ્ડોના કુલ મળીને 1 બિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે દુનિયાનો પહેલો ખેલાડી તો છે જ પરંતુ તેની સાથે તે તુ પ્રથમ વ્યક્તિ પણ બની ગયો છે.

આ પણ વાંચો: વાહ…કૌશલ્યસિદ્ધ યુવા પાસે નમીને પણ મોટા થયા નરેન્દ્ર મોદી, જમીન પર બેસીને સન્માન સ્વીકાર્યું

તાજેતરમાં YouTube ચેનલ શરૂ કરી
જુદા જુદા પ્લેટફોર્મ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા ઘણી વધારે છે. 600 મિલિયનથી વધુ લોકો Instagram પર તેની સાથે જોડાયેલા છે. X પર 100 મિલિયનથી વધુ લોકો તેના ફેન છે. ફેસબુક પર 170 મિલિયન અને યુટ્યુબ પર 60 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે તેમના. મહત્વની વાત એ છે કે સબસ્ક્રાઇબર્સની સંખ્યા પહેલા દિવસે 15 મિલિયન અને પહેલા અઠવાડિયામાં જ 50 મિલિયન સુધી પહોંચી ગઈ છે.