Champions Trophy 2025: IND vs NZ વચ્ચેની મેચમાં દુબઈ પિચ કેવી રહેશ?

IND vs NZ Pitch Report: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમિફાઇનલની ટિકિટ મળી ગઈ છે. હવે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડની ટીમ સાથે થવાનો છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમને 6 વિકેટથી હાર આપી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની ટીમને હાર આપી હતી. આવો જાણીએ કે આવનારી મેચમાં દુબઈની પિચ કેવી રહેશે.
દુબઈમાં પિચની સ્થિતિ કેવી હશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. દુબઈમાં અત્યાર સુધીમાં 2 મેચમાં બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો હતો. આ પીચે ઝડપી બોલરોને સારી મદદ પૂરી પાડી છે. આવો જાણીએ પિચ વિશે.
📸📸 Prepping 🆙 for #NZvIND 👌👌#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/YpL0V6aCKw
— BCCI (@BCCI) February 27, 2025
આ પણ વાંચો: રોહિત શર્મા બનાવી શકે છે આ રેકોર્ડ, આજ સુધી કોઈ ભારતીય કરી શક્યું નથી.
આંકડા શું કહે છે?
દુબઈના મેદાનમાં અત્યાર સુધીમાં 60 મેચ રમાઈ છે. જેમાં પહેલી ટીમ બેટિંગ કરે છે તેણે 22 મેચ જીતી છે. રનનો પીછો કરતી ટીમમાંથી 36 મેચોમાં જીત પ્રાપ્ત કરી છે. જેનો અર્થ એ છે કે દુબઈમાં જે ટીમ પીછો કરે છે તેને ફાયદો થાય છે. જેના કારણે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચમાં ટોસની ભૂમિકા ખાસ રહેવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.