December 17, 2024

IND vs ENG: રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5-મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રાંચીમાં રમાઈ હતી. આ મેચ ભારે ઉતાર-ચઢાવથી ભરેલી જોવા મળી હતી. શરૂઆતમાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં પાછળ રહી હતી. ત્યાર બાદ ભારતીય ખેલાડીઓ બીજી ઈનિંગમાં જોરદાર વાપસી થઈ હતી.

મેચ જીતી લીધી
રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે મળીને 84 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તેણે 120 રન સુધી પહોંચતા 5 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલે 5, ધ્રુવ જુરેલે પણ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.

જીત મેળવી
આ મેચમાં પ્રથમ બેટિંગ ઈંગ્લેન્ડે કરી હતી. જેમાં તેમણે 353 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ બીજા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી ઇનિંગ્સની વાત કરવામાં આવે તો આર અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 51 રનમાં 5 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે આ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને 307 રન સુધી પહોંચાડવામાં ધ્રુવ જુરેલનું સારૂ યોગદાન રહ્યું હતું. રોહિત શર્માની વાત કરવામાં આવે તો તેણે બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી બીજી ઇનિંગમાં રોહિત શર્માએ 81 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.