January 16, 2025

IND vs ENG: આર અશ્વિને બનાવ્યો નવો રેકોર્ડ

અમદાવાદ: આર અશ્વિને વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ બનાવીને તેણે તમામ બોલરોને પાછળ છોડી દીધા છે. આર અશ્વિનને ટીમ ઈન્ડિયાનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવે છે. અત્યાર સુધીમાં તેણે ઘણા મોટા રેકોર્ડ બનાવી દીધા છે. ફરી એક વખત તેણે એક રેકોર્ડ બનાવ્યો છે. જે અત્યાર સુધી કોઈ પણ બોલર કરી શક્યો નથી.

વધુ વિકેટ લેનાર બોલર
આર અશ્વિને રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધા બાદ 351 ટેસ્ટ વિકેટ પૂરી કરી લીધી છે. આ સાથે તે ભારતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલરની વાત કરવામાં આવે તો આર અશ્વિન – 351 વિકેટ, અનિલ કુંબલે – 350 વિકેટ, હરભજન સિંહ – 265 વિકેટ, કપિલ દેવ – 219 વિકેટ, રવિન્દ્ર જાડેજા – 210 વિકેટ લીધી હતી.આ મેચની શરૂઆત થતાની સાથે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગમાં તેમણે 353 રન બનાવ્યા હતા. તેની સામે ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં ખાલી 307 રન જ બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટનો બન્યો કિંગ
ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર ​​આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આર અશ્વિને તેની ટેસ્ટ કરિયરની 500 વિકેટ પૂર્ણ કરી છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો અનિલ કુંબલે અને 8 બોલર જ 500 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શી શક્યા હતા. ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બોલરોની વાત કરવામાં આવે તો મુથૈયા મુરલીધરન 800 વિકેટ, શેન વોર્ન 708 વિકેટ, જેમ્સ એન્ડરસન 695 વિકેટ, અનિલ કુંબલે 619 વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડે 604 વિકેટ, ગ્લેન મેકગ્રા 563 વિકેટ, કર્ટની વોલ્શે 519 વિકેટ, નાથન લિયોને 517 વિકેટ, આર અશ્વિને 500 વિકેટ લીધી છે.