January 23, 2025

IND vs BAN T20: બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતનો છે શાનદાર રેકોર્ડ

IND vs BAN: અત્યાર સુધીમાં ભારતની ટીમનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતની ટીમ આજે બાંગ્લાદેશ સામે ટકરાવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારૂં જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને હળવાશથી ભૂલથી લેશે નહીં.

પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે સુપર આઠ તબક્કાની પ્રથમ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. બાકી કેપ્ટન રોહિત શર્મા આશા રાખશે કે તેની ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં આવે, વિરાટ અને રોહિત અત્યાર સુધીની મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જેના કારણે તેમના પાસે આજની મેચમાં રન બનાવવા માટેની આશા છે. શિવમ દુબેને મિડલ અને ડેથ ઓવરમાં સિક્સર ફટકારવા માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ હજૂ સુધી તે પણ અપેક્ષા પર ખરો ઉતર્યો નથી.

બેટ્સમેનોએ નિરાશ કર્યા છે
બાંગ્લાદેશના બેટ્સમેનનું અત્યાર સુધીનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું નથી. બાંગ્લાદેશના બેટ્સમેનો સામે પડકાર જસપ્રીત બુમરાહ છે. કારણ કે જસપ્રીત બુમરાહ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આજની મેચમાં બાંગ્લાદેશની ટીમે જબદરસ્ત પ્રદર્શન કરવું પડશે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ કહ્યું હતું કે ટોપ ઓર્ડર માટે રન બનાવવું મહત્વપૂર્ણ છે. આશા છે કે બોલરો પણ ફોર્મમાં પરત ફરશે.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

સંભવિત પ્લેઈંગ-11 આ મુજબ

ભારતઃ સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

બાંગ્લાદેશ: ઝાકિર અલી, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, લિટન દાસ (વિકેટમેન), તન્ઝીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હરદોય,તન્ઝીદ હસન શાકિબ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.