ચેન્નાઈ ટેસ્ટમાં જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહી આ વાત
Rohit Sharma Reaction: ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ હતી. જીત બાદ ટીમના કપ્તાને પોતાના વિચાર વ્યક્ત કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રને હરાવીને શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
આ રીતે ટીમ ઈન્ડિયાની જીત
ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બાંગ્લાદેશની ટીમને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ આખી ટીમ માત્ર 234 રન પર જ સિમિત રહી ગઈ હતી. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતે પોતાનો વિચાર રજૂ કર્યો હતો. રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે પરિણામ અમારા માટે શાનદાર રહ્યું હતું. અમે ઘણા સમય પછી રમ્યા હતા. અમે અઠવાડિયા પહેલા જ પરત આવ્યા છીએ. અમારી ટીમને સારું પરિણામ મળ્યું છે. પંત વિશે રોહિતે કહ્યું કે પંત ખુબ જ મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યો છે પરંતુ તેની તૈયારી ખૂબ જ પ્રશંસનીય છે.
આ પણ વાંચો: ચેન્નાઈમાં જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત
અમને બહુ ફરક નથી પડતો
રોહિત શર્માએ પંત વિશે કહ્યું કે પંતે IPLમાંથી પુનરાગમન કર્યું છે. આ પછી પંતનું T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પંતને ટેસ્ટ ફોર્મેટ વધારે પસંદ આવે છે. તેને મેદાન પર વાપસી કરતાની સાથે તેની અલગ છાપ છોડી દીધી હતી. અમારી ટીમનું છેલ્લા ઘણા વર્ષથી સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેનો શ્રેય અમારી ટીમના તમામ ખેલાડીઓને જાય છે. અમારા ખેલાડીઓએ આ પીચ પર ઘણી ધીરજ બતાવી હતી.