IND vs BAN: બુમરાહ 3 વિકેટ લેશે અને રચશે ઈતિહાસ
IND vs BAN: ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો ઈતિહાસ રચી શકે છે. જસપ્રીત બુમરાહ 3 વિકેટ લેશે અને પોતાનું સ્પેશિયલ ક્લબમાં પોતાનું સ્થાન બનાવી લેશે. જસપ્રીતની સાથે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ નવો રેકોર્ડ બનાવી શકે છે.
ભારતીય ટીમ જોવા મળશે એક્શનમાં
ભારતીય ટીમ લાંબા સમય પછી એક્શનમાં જોવા મળશે. 42 દિવસ પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. ક્રિકેટ ચાહકો આ મેચની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. પંત પણ 21 મહિના પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો છે. વિરાટ પણ આ વખતે આ સિરીઝમાં રમતો જોવા મળવાનો છે. બુમરાહ પર તમામ ક્રિકેટ ચાહકોની નજર ખાસ છે. કારણ કે આ સિરીઝમાં તે નવો રેકોર્ડ બનાવશે.
બુમરાહ મોટા રેકોર્ડની નજીક
જસપ્રીત બુમરાહ ચેન્નાઈમાં રમનારી પ્રથમ ટેસ્ટમાં ઈતિહાસ રચવાથી માત્ર 3 વિકેટ દૂર છે. જો તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 3 વિકેટ લેવામાં સફળ થશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરનાર 10મો ભારતીય બોલર બની જશે. અત્યાર સુધીમાં તેણે 36 ટેસ્ટ મેચ રમી છે અને તેના નામે 159 વિકેટ છે. T20Iમાં 89 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટના આંકડાની નજીક છે. ચેન્નાઈ ટેસ્ટમાં 6 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી લેશે. હવે જોવાનું રહ્યું કે કયો બોલર પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ બનાવવામાં સફળ થાય છે.
આ પણ વાંચો: IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર કોણ હશે?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
- અનિલ કુંબલે- 956
- આર અશ્વિન- 744
- હરભજન સિંહ- 711
- કપિલ દેવ- 687
- ઝહીર ખાન- 610
- રવિન્દ્ર જાડેજા- 568
- જવાગલ શ્રીનાથ- 551
- મોહમ્મદ શમી- 448
- ઈશાંત શર્મા- 434
- જસપ્રિત બુમરાહ- 397