December 11, 2024

ચણાના લોટનો શીરો આ રીતે બનાવો, કફને કરશે દૂર

Besan Sheera Recipe: શિયાળામાં કંઈક ગરમ ખાવાનું મન થાતું હોય છે. ત્યારે અમે તમારા માટે ચણાના લોટના શીરાની રેસીપી લઈને આવ્યા છીએ. જે સ્વાદમાં તો મસ્ત હશે પરંતુ તેની સાથે તમારી શરદી અને ખાંસી પણ મટાડી દેશે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ ચણાના લોટના શિરાને.

પ્રથમ સ્ટેપ
એક પેનમાં પાણી લો અને તેને ગરમ કરવા રાખી દો. હવે તમારે તેમાં ઈલાયચી નાંખવાની રહેશે. આ પછી તમારે તેમાં સૂકા નારિયેળના લગભગ 7-8 પાતળા કાપેલા લાંબા ટુકડા ઉમેરવાના રહેશે. આ પાણીને સારી રીતે ઉકાળી દો.

બીજું સ્ટેપ
હવે પેનમાં 2 ચમચી તમારે ઘી નાંખવાનું રહેશે. ઘી જેવું ઓગળવા લાગે તમારે 100 ગ્રામ ચણાનો લોટ નાંખવાનો રહેશે. હવે તમારે તેને ધીમી આંચ પર શેકવાનો રહેશે. જ્યારે આ લોટ બરાબર શેકાઈ જાય પછી તમારે થોડું નાળિયેર ઉમેરવાનું રહેશે.

ત્રીજું સ્ટેપ
જ્યારે ચણાનો લોટ ઘટ્ટ થવા લાગે ત્યારે તમારે ફરીથી થોડું પાણી ઉમેરવાનું રહેશે. ચણાના લોટમાં બધુ જ પાણી ઉમેરી દો જે પહેલા આપણે બનાવ્યું હતું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે. તેમાં અડધો કપ ગોળ ખાંડ અથવા દેશી ખાંડ નાંખવાની રહેશે.

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં બનાવો આ રીતે મસાલેદાર મૂળાના પરાઠા

ચોથું સ્ટેપ
ચણાના લોટનો રંગ બ્રાઉન થવા લાગે ત્યારે તમારે તેને થોડી વાર ઢાંકીને રાખો. હવે તમારે તેમાં ખસખસ ઉમેરવાનું રહેશે. જો તમને સૂકું આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમે તેને એડ કરી શકો છો.