December 24, 2024

Pakistan : પીટીઆઈ ઓફિસ પર દરોડા, પોલીસે આરોપોને નકારી કાઢ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે તેમની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) સામે કાર્યવાહી કરતા પોલીસે તેની ઓફિસો પર દરોડા પાડ્યા છે. ગુરુવારે સાધારણ કપડા પહેરીને પહોંચેલી પોલીસે સભ્યને પરિસરમાં પ્રવેશતા અટકાવ્યો હતો. પીર્ટીના જણાવ્યા અનુસાર ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવ્યાના એક દિવસ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઈમરાન ખાનની પાર્ટીની મુશ્કેલીઓ સતત વધી
નોંધનીય છે કે બુધવારે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીની સામાન્ય સભા પહેલા પોલીસ ફોર્સ સાધારણ પકડા પહેરીને અચાનક આવી પહોંચી હતી. જો કે પીટીઆઈએ ઓનલાઈન મીટીંગોનું આયોજન કર્યું હતું. સાથે જ કહ્યું કે પાર્ટીની અંદર સંગઠનાત્મક ચૂંટણી કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાનની પાર્ટી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા પાર્ટીના ચૂંટણી ચિન્હને રદ્દ કરવા, પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓના નામાંકન પત્રો રદ કરવામાં આવ્યાં છે. બીજી બાજુ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે મેજિસ્ટ્રેટની પરવાનગી વિના દરોડા પાડી શકાય નહીં. બુધવારે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો : ઈમરાન ખાનને 10 વર્ષ અને 14 વર્ષની જેલ, બે દિવસમાં બે વખત સજા ફટકારવામાં આવી

અમે દરોડા પાડ્યા નથી, આક્ષેપો પાયાવિહોણા છે : પોલીસ
મળતી માહિતી અનુસાર જ્યારે અદાલતે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી વિરુદ્ધ ચુકાદો આપ્યો ત્યારે એવી સંભાવના હતી કે વિરોધ પ્રદર્શન થશે. પોલીસ પાર્ટીની ઓફિસની અંદર પહોંચી ન હતી, માત્ર બહાર જ ઊભી રહી હતી. પીટીઆઈના પ્રતિનિધિએ જણાવ્યું કે ઈસ્લામાબાદના પ્રાંતીય રાજધાની અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં જનરલ એસેમ્બલીની બેઠક યોજવાની યોજના હતી. જે માટે તમામ સ્થળોને ઈન્ટરનેટના માધ્યમથી જોડવાની તૈયારીઓ કરવામાં આવી હતી. પાર્ટી સાથે સંકળાયેલા નેતાએ દાવો કર્યો હતો કે પોલીસ અધિકારીઓએ પીટીઆઈના સભ્યોને ધમકી આપી હતી જે લોકો જનરલ સભાની બેઠકમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. પોલીસે ધમકી આપી હતી કે જો તે આ સભામાં સામેલ થશે તો તેણે પરિણામ ભોગવવા પડશે.