January 5, 2025

Google Chromeને કરી દો ફટાફટ અપડેટ, સરકારે આપ્યું એલર્ટ

Google Chrome: જો તમે પણ તમારા ફોન કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક માહિતી અનુસાર ક્રોમ બ્રાઉઝરને લઈને સરકારી એજન્સી CERT-In દ્વારા ઉચ્ચ જોખમી ચેતવણી આપવામાં આવી છે. પરંતુ જો તમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માંગો છો? તો તમારે સાવચેતી રાખવાની જરૂર છે. જાણો કેવી રીતે રહેશો સાવચેત અને શું છે જોખમી ચેતવણી.

સરકારની ચેતવણી
જો તમે ઓનલાઈન કામ કરો છો અને ઓનલાઈન જ તમારા તમામ કામ હોય છે તો તમારે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. આ અંગે સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ ઓએસનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સર્ચ એન્જિનના એક વર્ઝનમાં કેટલીક ખામીઓ મળી છે. આ ખામીઓ બ્રાઉઝરની એવી ખામીઓ છે જે યુઝર્સના પર્સનલ ડેટા અને પ્રાઈવસી માટે મોટો ખતરો બની શકે છે.

ખામીઓનો ફાયદો
CERT-Inએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સ્માર્ટફોન અથવા લેપટોપ વપરાશકર્તાઓએ તેમના બ્રાઉઝરને 114.0.5735.350 અથવા તેના નવા સંસ્કરણ પર તરત જ અપડેટ કરવું જોઈએ. CERT-In આપેલી માહિતી અનુસાર, સ્કેમર્સ અથવા હેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારો વ્યક્તિગત ડેટા ચોરી શકે છે. જો તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માંગો છો, તો તેને તરત અપડેટ કરો. જો તમે આવું નહીં કરો તો તમારા પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે.

આ રીતે કરો અપડેટ
અપડેટ કરવા માટે, પહેલા તમારા ફોન અથવા લેપટોપ પર Google Chrome ખોલો. ત્યારબાદ તમારે સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં ત્રણ બિંદુઓ પર ક્લિક કરવાનું રહેશે. હવે એક નાની વિન્ડો ખુલશે જેમાં તમને હેલ્પનો વિકલ્પ મળશે, તેમાં ગૂગલ ક્રોમ સિલેક્ટ કરવાનું રહેશે. આગલા સ્ટેપમાં તમને નવું અપડેટ મળશે. જે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. જે બાદ તમારું ક્રોમ બ્રાઉઝર આપમેળે અપડેટ થઈ જશે.