May 6, 2024

આખો દિવસ ગર્લફ્રેન્ડ કોની સાથે વાતો કરે છે? આ એપ ખોલી નાંખશે પોલ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Valentine Week શરૂ થઈ ગયું છે. ત્યારે તમને પણ થતું હશે કે તમારા પાર્ટનર તમારી સાથે છેતરપિંડી તો કરી રહ્યો તો નથી ને? વેલેન્ટાઈન વીકમાં તમારો પાર્ટનર તમને સમય આપી રહ્યો નથી? જો તમારે એ જાણવું છે કે તમારા પાર્ટનર તમારી સાથે અન્ય કોની સાથે વાત કરી રહ્યો છે તો આ રીતે તમે જાણી શકો છો.

શંકા કરો દૂર
જો તમને તમારા પાર્ટનર પર તમને શંકા હોય તો તમે આ એપથી સમગ્ર જાણકારી મેળવી શકો છો. આ શંકા ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બંનેના કિસ્સામાં આવું થઈ શકે છે. આજે અમે તમને એક રીત જણાવીશું જેના થકી તમે જાણી પાર્ટનરની કોલ હિસ્ટ્રી મેળવી શકો છો. તો તમને જણાવી દઈએ કે આ જાસૂસી માટે તમારા બંને માટે Jio યુઝર્સ હોવું જરૂરી છે. એટલે કે આ ટ્રિક ફક્ત Jio સિમનો ઉપયોગ કરનારાઓ માટે જ કામ કરશે. ચેક કરવા માટે તમારે Jioની એપ ડાઉનલોડ કરવી પડશે, જેના પર માત્ર Jio યુઝર્સ જ સાઇન ઇન કરી શકશે.

આ રીતે જાણો
સૌથી પહેલા તમારે તમારા ફોનમાં My Jio એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે મારા નંબરથી સાઇન ઇન કરવાનું રહેશે. જે બાદ તમારે એપમાં તમારો નંબર જ્યાં દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરો અને સ્વીચ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરો. જે બાદ તમારા પાર્ટનરનો નંબર દાખલ કરો જેની કોલ ડિટેઈલ તમે ચેક કરવા માંગો છો. તે ફોનને અમુક બહાના હેઠળ થોડા સમય માટે તમારી પાસે રાખો અને એપમાં તેના પર મળેલો OTP દાખલ કરો. હવે તમે નુમાં જઈને સ્ટેટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો આ કરવાની સાથે જ તમને કોલની વિગતો મળી જશે. પરંતુ આ કરવાથી તમને માત્ર એક મહિનાની જ માહિતી મળશે. આ માત્ર Jio નંબર/યુઝર સાથે અજમાવી શકાય છે.