December 26, 2024

ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરવા આજે જ ટ્રાય કરો આ Home Remedy

Dark Circles: જો આંખોની નીચે ડાર્ક સર્કલ અને ફાઈન લાઈન હોય તો ચહેરાની સુંદરતા બગડી જાય છે. તેમજ આ ડાર્ક સર્કલ વૃદ્ધત્વની નિશાની છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી દૂર રહેવા માટે કેટલાક ઉપાય કરવા ખુબ જ જરૂરી છે. તણાવથી દૂર રહેવું અને પૂરતી ઊંઘ લેવાની સાથે વધારાની કાળજી લેવી જરૂરી છે. વાસ્તવમાં આનાથી રાહત મેળવવા માટે બજારમાં ઘણા પ્રકારની અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો તેને કુદરતી રીતે ઇલાજ કરવા માંગે છે. આવી સ્થિતિમાં જો તમે તેના ઈલાજ માટે કુદરતી પદ્ધતિ અપનાવવા માંગો છો. તો તમે આ રીતે ઘરે જ અન્ડર આઈ ક્રીમ બનાવી શકો છો.

કાકડી અને એલોવેરા
કાકડીને છોલીને કાપી લો અને પછી તેનો રસ એક બાઉલમાં ગાળી લો. તેમાં એલોવેરા જેલ અને બદામ અથવા નારિયેળનું તેલ મિક્સ કરો. હવે તેને સ્વચ્છ બોક્સમાં મુકો અને રેફ્રિજરેટરમાં રાખો. તમારી આંખોની નીચે થોડી માત્રામાં લગાવો અને સૂતા પહેલા મસાજ કરો. થોડા સમય પછી અથવા સવારે પાણીથી ધોઈ લો. તેનાથી આંખોની આસપાસની ત્વચા હાઇડ્રેટેડ અને તાજગી અનુભવશે.

હળદર, દહીં અને મધ
એક નાના બાઉલમાં હળદર પાવડર, સાદું દહીં અને મધ લો અને સારી રીતે મિક્સ કરો. એ બાદ આ મિશ્રણનો ઉપયોગ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ પર કરો અને હળવા હાથે બરાબર મસાજ કરો. તેને લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દો. એ બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. હળદર ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દહીં અને મધ હાઇડ્રેશન અને પોષણ પ્રદાન કરે છે.

કાકડી અને ગુલાબજળ
કાકડીમાં ઠંડક અને હાઇડ્રેટિંગ ગુણધર્મો હોય છે, જ્યારે ગુલાબજળ ત્વચાને તાજગી અને ટોન કરવામાં મદદ કરે છે. તેથી, આંખોની નીચે કાળા ફોલ્લીઓ ઘટાડવા માટે, તમે કાકડી અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો, કાકડીને બ્લેન્ડ કરીને રસ કાઢી શકો છો. પછી તેમાં સમાન માત્રામાં ગુલાબજળ ઉમેરો. તેને તાજું રાખવા માટે, આ મિશ્રણને રેફ્રિજરેટરમાં રાખો અને તેને કોટન બોલની મદદથી તમારી આંખોની નીચે લગાવો.

બદામનું તેલ અને વિટામિન E
બદામના તેલમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. જે આંખોની નીચેની નાજુક ત્વચાને પોષણ આપવામાં મદદ કરી શકે છે. આ મિશ્રણ બનાવવા માટે 1 વિટામિન E કેપ્સ્યુલમાં 1 ટેબલસ્પૂન બદામનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને તમારી આંખોની નીચે ગોળાકાર ગતિમાં લગાવો અને હળવા હાથે મસાજ કરો.

એક વાત ધ્યાનમાં રાખો કે કુદરતી ઘટકોની પસંદગી કરતી વખતે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખો. તેને પહેલા ઓછી માત્રામાં લગાવવો. જો મિશ્રણ તમારી ત્વચાને અનુકૂળ આવે છે. એટલે કે તેને લગાવ્યા પછી કોઈ સમસ્યા નથી થતી. તો જ તેનો ફરીથી ઉપયોગ કરો.