ગળા અને કોણીનો ભાગ કાળો થઈ ગયો છે, તો આ રહ્યા ઉપાયો
અમદાવાદ: આપણે બધા સુંદર દેખાવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ગ્લોઈંગ ચહેરા માટે અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સારા કપડા, હેરસ્ટાઇલ અને મેકઅપનો સહારો લઈએ છીએ, પરંતુ ગળા અને કોણીના ભાગને આપણે ભૂલી જ જઈએ છીએ. આથી આપણો ચહેરો એકદમ મસ્ત દેખાય છે, પરંતુ ગળાનો ભાગ કાળો લાગે છે.
બટાકા
બટાકા કાળાશ અથવા ફોલ્લીઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે માટે બટાકાને છીણી લો પછી તેમાં દહીં મિક્સ કરો. હવે આ પેસ્ટને કોણી અને ગરદન પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો. એ બાદ તેને સાફ પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: રાતે સુતા પહેલા કરો આ સરળ કામ, તમારા વાળ અને સ્કિન રહેશે ચમકદાર
મસુરની દાળ
ગરદન અને કોણીની કાળાશ દૂર કરવામાં મસૂર ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ માટે તમારે લાલ દાળને આખી રાત પલાળી રાખવી અને પછી સવારે તેને મિક્સરમાં સારી રીતે પીસી લેવી. એ બાદ તેમાં કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ગરદન અને કોણી પર જ્યાં કાળાશ હોય એ જગ્યા પર લગાવો. 15 થી 20 મિનિટ પછી જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો.
ખાવાનો સોડા
એક બાઉલમાં બેકિંગ સોડા અને પાણી મિક્સ કરો. એ બાદ આ પેસ્ટને ગરદન અને કોણીઓ પર લગાવો. આ કુદરતી શોષણ તરીકે કામ કરે છે. જે ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં અને તેને ચમકાવવામાં પણ મદદ કરી શકે છે.