April 27, 2024

ક્યાંક કાળો તો ક્યાંક સફેદ દેખાય છે ચહેરો, આ રીતે સુધારો સ્કિન ટેક્સચર

Uneven Skin Tone: ધુળ, તડકો અને પોલ્યુશન જેવા ઘણા કારણોના લીધે ત્વચાના રંગમાં અસમાનતા જોવા મળે છે. કપાળ અને હોઠની આસપાસની સ્કિનનો રંગ થોડો ડાર્ક અને બાકીના ચહેરાનો ભાગ સફેદ લાગે છે. જેને જોવામાં ખુબ જ ખરાબ લાગે છે. ચહેરાના રંગની અસમાનતાની સાથએ અનઈનવ ટોન પણ મુશ્કેલીઓ વધારે છે. જેમાં કેટલીક જગ્યાએ સ્કિન ડ્રાય તો કેટલીક જગ્યાએ સ્કિન ઓઈલી લાગે છે. તો ચલો જાણીએ સ્કિન ટેક્સચરને કેવી રીતે સુધારી શકાય.

અઠવાડિયામાં બે વાર હળદરનો ફેસ પેક લગાવો
તમારી ત્વચા માટે ઉત્તમ એક્સ્ફોલિયેટર તરીકે કામ કરવા ઉપરાંત હળદર રંગને સુધારવા અને ત્વચાની અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ અસરકારક છે. ત્વચાનું સ્ટેક્સચર સુધારવા માટે અડધી ચમચી દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. રંગમાં ધીમે ધીમે સુધાર આવશે.

લીમડો અને મુલતાની માટી
મુલતાની માટી તમારી ત્વચાને નરમ બનાવવા અને તેના રંગને ચમકદાર બનાવવાનું કામ કરે છે, જ્યારે લીમડો, જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, નુકસાન પામેલા ત્વચાના કોષોને સુધારવા અને ત્વચાના ચેપ સામે લડવાનું કામ કરે છે. એક ચમચી મુલતાની માટીના પાઉડરમાં અડધી ચમચી લીમડો અને એટલી જ માત્રામાં તુલસીનો પાવડર મિક્સ કરો. હવે તેમાં રોઝશીપ ઉમેરીને ફેસ પેક બનાવો અને 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો.

આ પણ વાંચો: 

અનઈવન સ્કિન ટોનની સમસ્યા મોટે ભાગે તીવ્ર સૂર્યપ્રકાશના સીધા સંપર્કને કારણે થાય છે. તેથી સૂર્યપ્રકાશમાં બહાર જતી વખતે તમારા ચહેરાને કપડાથી ઢાંકવાનો પ્રયાસ કરો અને દિવસ દરમિયાન સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. પુષ્કળ પાણી પીવું અને સારો આહાર લો.