December 22, 2024

ચૂંટણી જીતી ગઈ તો બોલિવૂડ છોડી દઈશ: કંગના રનૌત

અમદાવાદ: બોલિવૂડની ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં BJPની ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. મંડીની દીકરી કંગના જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમને આશા છે કે તેઓ આ ચૂંટણીમાં જીતશે. કંગનાએ ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે જો તે આ ચૂંટણી જીતી જશે. તો બોલિવૂડ છોડી દેશે.

શું કંગના રાજનીતિ માટે બોલિવૂડ છોડી દેશે?
કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે. કંગનાને પૂછવામાં આવ્યું – તે ફિલ્મો અને રાજનીતિ કેવી રીતે મેનેજ કરી શકશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, ‘હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું, રોલ પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો જ હું રાજનીતિ કરીશ. આદર્શ રીતે હું માત્ર એક જ વસ્તુ કરવા માંગુ છું.

“જો મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો હું તે દિશામાં જઈશ. જો હું મંડીથી જીતીશ તો જ રાજનીતિ કરીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું જોઈએ. મારી અંગત મહત્વાકાંક્ષાઓને કારણે લોકો હેરાન થઈ રહ્યા  છે તે સારું નથી. જો હવે મને લોકો સાથે જોડાવાનો મોકો મળશે, તો હું તેનો પણ લાભ લઈશ. મને લાગે છે કે સૌ પ્રથમ તમારે તમારી પાસેથી લોકોની અપેક્ષાઓ સાથે ન્યાય કરવો જોઈએ.

આ પણ વાંચો: ‘અમે યહૂદીઓની બધી સંસ્થાઓમાં બોમ્બ લગાવ્યા છે, જલ્દી જ થશે વિસ્ફોટ’

રાજકારણ અને ફિલ્મ જગતમાં શું તફાવત છે?
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે રાજનેતાનું જીવન ફિલ્મો કરતા સાવ અલગ છે. શું આ બધું તેમને આનંદદાયક લાગે છે? જવાબમાં કંગનાએ કહ્યું- આ ફિલ્મોની ખોટી દુનિયા છે. તે અલગ વાતાવરણ સર્જે છે. લોકોને આકર્ષવા માટે બબલ બનાવવામાં આવે છે. પણ રાજકારણ એ વાસ્તવિકતા છે. મારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું છે, હું લોકસેવામાં નવી છું અને ઘણું શીખવાનું બાકી છે.

પરિવારવાદ પર કંગનાએ શું કહ્યું?
કંગના રનૌતે પરિવારવાદ પર કહ્યું- તે સ્વાભાવિક છે. મને લાગે છે કે ક્યાંક આપણે પરિવારવાદને ફિલ્મો અને રાજકારણ પૂરતો સીમિત રાખ્યો છે. નેપોટિઝમ એ દરેકની સમસ્યા છે અને હોવી જોઈએ. દુનિયામાં આનો કોઈ અંત નથી. તમારે સ્નેહમાંથી બહાર આવવું પડશે. જ્યાં સુધી આપણે આપણી જાતને વિસ્તારીએ છીએ, તે કુટુંબ છે. આજે તેઓ મને મંડીની દીકરી કહે છે. આ મારો પરિવાર છે. સ્નેહમાં નિર્બળ ન હોવું જોઈએ.

કંગનાના આવનારા પ્રોજેક્ટની વાત કરીએ તો ક્વીન, થલાઈવી, તનુ વેડ્સ મનુ, ફેશન, મણિકર્ણિકા, ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તેની આગામી ફિલ્મ ઈમરજન્સી છે. જેમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ આ વર્ષે 14 જૂને રિલીઝ થવાની છે.