સાક્ષી મલિકે કરી સંન્યાસની જાહેરાત, રડતા-રડતા બોલી-WFIથી અમે જીતી ન શક્યા
WFI ના નવા પ્રમુખ તરીકે બ્રિજ ભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણૂકથી નારાજ કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સાક્ષીએ કહ્યું કે જો બ્રિજ ભૂષણ જેવા લોકોને ફેડરેશનમાં સ્થાન આપવામાં આવે તો આજે હું મારી કુસ્તી છોડી દઈશ. તેમણે કહ્યું કે અમને આશા છે કે અમને ન્યાય મળશે. આપણી કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગટ સહિત ઘણા ખેલાડીઓએ તત્કાલિન WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવીને આંદોલન શરૂ કર્યું હતું. દેશના દિગ્ગજ કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે ભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. કુસ્તીબાજોને ન્યાય આપવા માટે, આ વર્ષની શરૂઆતમાં, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા હતા.
બ્રિજ ભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણૂક થયા બાદ મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું કે દબદબો છે અને અમારો દબદબો રહેશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે કુસ્તી સંઘને ગ્રહણ લાગી ગયું હતું. જેનો હવે અંત આવ્યો છે. હવે 10 દિવસની અંદર કુસ્તીનો માહોલ બદલાઇ જશે. આ દરમિયાન તેમના સમર્થકોએ બ્રિજ ભૂષણના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.
#WATCH दिल्ली: पहलवान साक्षी मलिक ने कहा, "हम 40 दिनों तक सड़कों पर सोए और देश के कई हिस्सों से बहुत सारे लोग हमारा समर्थन करने आए। अगर बृजभूषण सिंह के बिजनेस पार्टनर और करीबी सहयोगी इस फेडरेशन में रहेगा, तो मैं अपनी कुश्ती को त्यागती हूं…" pic.twitter.com/7cuGRWUXbM
— ANI_HindiNews (@AHindinews) December 21, 2023
આ પણ જુઓ : રોહિત-કોહલીથી લઈને ધોની-સ્ટાર્ક સુધી, જાણો કોને IPLમાં કેટલો પગાર મળશે!
જો કે, આ કેસમાં અત્યાર સુધી બ્રિજ ભૂષણે તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ તેમણે પદ છોડવું પડ્યું હતું.