Hyundaiની Creta Facelift ખરીદો માત્ર 10 લાખમાં…
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ભારતીય બજારમાં તેની ક્રેટા ફેસલિફ્ટ લોન્ચ કરી છે. કંપનીએ કારની શરૂઆતી કિંમત 10.99 લાખ રૂપિયા રાખી છે. જેના ટોપ એન્ડ વેરિઅન્ટ માટે 17.23 લાખ રૂપિયા સુધી જાય છે. કાર નિર્માતાએ એસયુવીની ડિઝાઇન અપગ્રેડ, નવી સુવિધાઓ અને નવા એન્જિન વિકલ્પનું ઓપશન કરી દીધું છે. ચાલો જાણીએ આ શાનદાર કાર વિશે…
ઈન્ટિરિયરમાં મુખ્ય સુધારો
નવી ક્રેટાના ઈન્ટિરિયરને એક મોટું અપગ્રેડ મળ્યું છે. જેમાં બે 10.25-ઈંચની સ્ક્રીન, એક મોટું ઈન્ફોટેનમેન્ટ યુનિટ અને સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેશબોર્ડમાં નવા ડિઝાઇન એલિમેંટ ઉમેરવામાં આવ્યા છે અને ફ્રેશ ટેક્સચર સાથે કેબિનના અનુભવને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.2024 હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત
Hyundai Cretaની પ્રારંભિક કિંમત 10.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જ્યારે તેના ડીઝલ મોડલની શરૂઆતી કિંમત 13.00 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. 2024 Hyundai Creta 1.5L ટર્બો પેટ્રોલ એન્જિનની શરૂઆતી કિંમત 13.00 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હશે. જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટ SX(O) 1.5L MPi અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે રૂ. 17.23 લાખ (એક્સ-શોરૂમ) છે.
Cretaમાં છે 36 સેફ્ટિ ફિચર્સ
Hyundai Creta તેના બેઝ વેરિઅન્ટથી જ 36 સેફ્ટિ ફિચર્સ ઓફર કરી રહી છે. જેમાં તમામ મુસાફરો માટે 6-એરબેગ્સ, ESC, VSC, ઓલ રાઉન્ડ ડિસ્ક બ્રેક્સ અને 3-પોઇન્ટર સીટબેલ્ટનો સમાવેશ થશે.ડિઝાઇનમાં થયા અપડેટ
નવા મોડલ (2024 હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ ડિઝાઈન)માં પ્રથમ ફેરફાર વિશે વાત કરીએ તો કનેક્ટેડ LED ટેલ લેમ્પ સેટઅપમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. કારના પાછળના ભાગમાં એક નવું બમ્પર અને છત પર એક સ્પોઈલર ફીટ કરવામાં આવ્યું છે. આ સિવાય નવી ટેલગેટ ડિઝાઇન પણ રજૂ કરવામાં આવી છે. એક્સ્ટ્રા અપડેટ્સમાં ફોક્સ સ્કિડ પ્લેટ, શાર્ક-ફિન એન્ટેના, વોશર સાથે રિયર વાઇપર અને હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પનો સમાવેશ કરવામાં આવે છે.
The new Hyundai CRETA casts a spell from all angles. Book yours now!
To know more, visit: https://t.co/NKD4qygFw5#Hyundai #HyundaiIndia #UndisputedCRETA #UltimateCRETA #NewHyundaiCRETA #CRETASUV #ILoveHyundai pic.twitter.com/oUzubaYzNc— Hyundai India (@HyundaiIndia) January 15, 2024
હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ એન્જિન
Hyundai Cretaના ગત મોડલના 1.5L NA પેટ્રોલ એન્જિનને અપગ્રેડ કરશે. જે 113 bhp અને 143.8 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. તેને 6-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવશે.
બુકિંગ
આ વર્ષની શરૂઆતમાં કાર નિર્માતાએ SUV માટે 25,000 રૂપિયાની ટોકન રકમ પર બુકિંગ શરૂ કર્યું હતું. કંપની તેને 7 અલગ-અલગ વેરિયન્ટ્સમાં ઓફર કરવા માટે તૈયાર છે જેમાં E, EX, S, S(O), SX, SX Tech અને SX(O) નો સમાવેશ થશે.