September 21, 2024

તમારી ફ્લાઇટ મોડી થાય તો તમારી પાસે છે આ અધિકારો

હાલ ફ્લાઇટ મોડી થવાના કિસ્સાઓ વધી ગયા છે. ફ્લાઇટ મોડીને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુસાફરોના વીડિયો અને પોસ્ટ્સથી છલકાઇ ગયા છે. જેમાં તેઓ ફ્લાઇટમાં મોડી અથવા રદ્દ થવા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અને એરલાઇન્સને દોષી ઠેરવતા જોવા મળે છે. રવિવારે દિલ્હી-ગોવા સેક્ટરથી ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ગુસ્સે થયેલા પેસેન્જરે ફ્લાઈટ 10 કલાકથી વધુ મોડી પડતાં પ્લેનના કો-પાઈલટ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 163 થી વધુ ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમયથી મોડી પડી છે અને 100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જો તમે પણ હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય તો ફ્લાઈટ્સમાં વિલંબ અથવા કેન્સલ થવાના કિસ્સામાં પેસેન્જર તરીકે તમારા અધિકારો શું છે તેના વિશે જાણી લો.

નિયમ શું કહે છે?
નાગરિક ઉડ્ડયનના નિયમો અનુસાર ફ્લાઇટ મોડી થાય તો એ કિસ્સામાં કંપની પેસેન્જરને રહેવા અને ખાવાની સુવિધા આપશે. જરૂર પડશે તો તે રહેવાની વ્યવસ્થા પણ કરશે. તમારી ફ્લાઇટ ડોમેસ્ટિક હોય તો નિર્ધારિત પ્રસ્થાન સમયથી 6 કલાકથી વધુ મોડી થાય છે તો એરલાઇન કંપની મુસાફરોને 24 કલાક અગાઉ આ વિશે જાણ કરશે અથવા ચેક-ઇન પછી મોડી થવાના કિસ્સામાં એરલાઇન કંપની વૈકલ્પિક વિકલ્પ આપશે. જે કંપની બીજી ફ્લાઇટ્સની વ્યવસ્થા નથી કરી આપતી તો તેના બદલામાં પેસેન્જરે સંપૂર્ણ રકમ પરત કરવી પડશે. નોંધનીય છેકે, જો મોડું અસાધારણ સંજોગોને કારણે થઈ રહ્યો છે. જેને તમામ વાજબી પગલાં લેવામાં આવે તો પણ ટાળી શકાયું ન હતું. આવા સંજોગોમાં એરલાઈન્સ આ જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય છે.

કઈ સ્થિતિમાં એરલાઈન્સ સામે પગલા લેવાતા નથી?
એરલાઇન એવા કિસ્સામાં વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે નહીં કે જ્યાં ફ્લાઇટ કેન્સલેશન અને મોડી એવા કારણોના કારણે થઈ છે જે ઘટના કોઈ અસાધારણ પરિસ્થિના કારણે ઊભી થઈ છે. સમાન્ય ભાષામાં સમજીએ તો જો એરલાઇન જે ઘટનાને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોય, તો કંપનીને રિફંડ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઘટનાઓમાં રાજકીય અસ્થિરતા, કુદરતી આપત્તિ, ગૃહયુદ્ધ, બળવો અથવા તોફાનો, પૂર, વિસ્ફોટ, સરકારી નિયમન અથવા હુકમને અસર કરતા વિમાનો અને હડતાલનો સમાવેશ થાય છે.

આટલા પૈસાનું મળશે રિફંડ
– 1 કલાક સુધી મોડી ફ્લાઇટ્સ માટે રૂ. 5,000 અથવા મૂળભૂત વન-વે ભાડું અને એરલાઇન ઇંધણ ચાર્જ મળવા પાત્ર છે.
– 1 કલાકથી વધુ અને 2 કલાક સુધી ફ્લાઇટ્સ મોડી થાય તો રૂ. 7,500 અથવા બેઝિક વન-વે ભાડું અને એરલાઇન ફ્યુઅલ ચાર્જિસ, જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
– જો ફ્લાઇટમાં 2 કલાકથી વધુ મોડી થાય છે તો રૂ. 10,000 અથવા મૂળભૂત વન-વે ભાડું અને એરલાઇન ફ્યુઅલ ચાર્જિસ, જે ઓછું હોય તે મળવા પાત્ર છે.