September 13, 2024

ડુંગળી અને લસણની છાલના આ ફાયદા વિશે તમે જાણો છો?

Onion And Garlic Peels: મોટા ભાગના લોકો ડુંગળી અને લસણની છાલ ફેંકી દે છે. જેમ બીજા શાકભાજીઓની છાલ ખુબ જ ગુણકારી છે. એવી જ રીતે લસણ અને ડુંગણીની છાલમાં પણ ઘણા પોષક તત્વો રહેલા છે. આ છાલમાંથી એવી એવી વસ્તુઓ બની શકશે જેનાથી તમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો. આ સાથે કોલેસ્ટ્રોલને પણ તે નિયંત્રણમાં રાખે છે.

સ્વાદ વધારવા માટે

ભાત બનાવતી વખતે લસણને છોલ્યા વગર વાપરવાથી ભાતનો સ્વાદ વધે છે. તમે જ્યારે ભાત બનાવો છો ત્યારે પહેલા તેમાં ફોલેલુ લસણ નાખો અને તેની છાલને અલગથી વઘારમાં નાખો. આ રીતે તમને કંઈક અલગ જ સ્વાદ મળશે.સૂપમાં ઉમેરો
સૂપ બનાવતી વખતે ડુંગળી અને લસણની છાલ ઉમેરો. એ બાદ સૂપને ગરણીથા ગાળી લ્યો. જેના કારણે શરીરને વધુ પોષક તત્વો મળે છે એ સાથે સ્વાદમાં પણ વધારો જોવા થાય છે.

સ્વાદ જેવું
ડુંગળી અને લસણની છાલને ફ્રાય કરીને પાવડર બનાવો. ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ વધે છે. આ પાઉડરને સલાડમાં નાખીને ખાવાથી તેનો સ્વાદ ખુબ જ વધી જાય છે.સ્નાયુનું ખેંચાણ
ડુંગળીની છાલમાં જોવા મળતા પોષક તત્વો સ્નાયુઓની ખેંચાણને ઘટાડે છે. એક પેનમાં 1 કપ પાણી અને ડુંગળીની છાલને ઉકાળો. તેનું ફિલ્ટર કરેલું પાણી પીવાથી માંસપેશીઓમાં ખેંચાણથી રાહત મળે છે. તેનું પાણી એટલું ફાયદાકારક છે કે તે શરીરને કોલોન કેન્સરના જોખમથી પણ બચાવે છે.

વાળ માટે ઉપયોગી
ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. તેથી ડુંગળીની છાલને 4-5 કપ પાણીમાં ઉકાળો. શેમ્પૂ કર્યા પછી વાળને આ પાણીથી ધોઈ લો.ઊંઘની સમસ્યામાંથી મુક્તિ
ડુંગળીની છાલ અને ચાના પાંદડાને ઉકાળો. તેને ચાળણી દ્વારા ગાળી લો. આ ચાના સેવનથી મન સ્વસ્થ રહે છે અને સારી ઊંઘ પણ આવે છે.

ખંજવાળની ​​સમસ્યાથી રાહત
પગમાં ખંજવાળ આવે તો ડુંગળી અને લસણની છાલને પાણીમાં ઉકાળો. આ પાણીમાં થોડો સમય પગ રાખવાથી ખંજવાળમાં રાહત મળે છે.