November 22, 2024

Google Payની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી કેવી રીતે કરશો ડિલીટ?

Tech News: મોટી સંખ્યામાં ચૂકવણીઓને કારણે ઘણી વખત ગુગલ પેમાં હિસ્ટ્રી વધારે થઇ જાય છે. તેથી કેટલાક મહત્વપૂર્ણ ચુકવણી ID શોધવા મુશ્કેલ બને છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે Google Payની હિસ્ટ્રી ડિલીટ કરવી…

ભારતમાં લાખો લોકો Google Payનો ઉપયોગ કરે છે. Google Pay એ UPI આધારિત ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન છે જેના દ્વારા તમે UPI ID, બેંક એકાઉન્ટ દ્વારા ચુકવણી કરી શકો છો. આ સિવાય તમે Google Pay દ્વારા ગેસ બિલ, વીજળી બિલ અને ક્રેડિટ કાર્ડ બિલ પણ ચૂકવી શકો છો. મોટી સંખ્યામાં ચૂકવણીઓને કારણે, ટ્રાન્જેક્શનની લાંબી હિસ્ટ્રી બની જાય છે. તેથી કેટલીક મહત્વપૂર્ણ ચુકવણી ID શોધવા મુશ્કેલ બને છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે Google Payની હિસ્ટ્રી ડિલીટ કરવી…

આ પણ વાંચો: WhatsApp પર આવા ફોટા ન મોકલતા, એકાઉન્ટ થઈ જશે બંધ

ગૂગલ પે મોબાઈલમાંથી હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી?

તમારા ફોનની Google Pay એપ્લિકેશન ખોલો.
હવે પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો.
હવે નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ પર જાઓ.
હવે Privacy and Security ના વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી Data and Personalization ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે ગૂગલ એકાઉન્ટ લિંક પર ક્લિક કરો.
હવે તમારા જીમેલ આઈડીથી લોગીન કરો.
હવે પેમેન્ટ્સ અને સબસ્ક્રિપ્શન ટેબ પર ટેપ કરો.
હવે મેનેજ એક્સપિરિયન્સ પર ક્લિક કરો.
હવે તમે અહીંથી આપલેના ટ્રાન્જેક્શન ડિલીટ કરી શકશો.
પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ અને એક્ટિવિટી વિભાગમાંથી તમે એક જ વારમાં આખી હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.